ભારત
ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ફરી ગરમાયો છે. મૂળ કાશી વિશ્ર્વનાથ-જ્ઞાનવાપી વિવાદ મામલામાં વાદીએ મસ્જીદ ઉપરાંત સર્વેક્ષણ માટે ખોદાણની માંગ કરી
જ્ઞાનવાપીના ગુંબજ નીચે એક ઉંચુ શિવલિંગ અને દબાયેલો કૂવો છે: હિન્દુ પક્ષ: વધુ સુનાવણી 21મી ઓગષ્ટે

ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ફરી ગરમાયો છે. મૂળ કાશી વિશ્ર્વનાથ-જ્ઞાનવાપી વિવાદ મામલામાં વાદીએ મસ્જીદ ઉપરાંત સર્વેક્ષણ માટે ખોદાણની માંગ કરી છે.
અરજદારનું કહેવું છે કે, આદિ વિશ્વેશ્વર મંદિરના ગર્ભગૃહ સુધી ખોદવાની મંજુરી આપવામાં આવે. હિન્દુ પક્ષે કોર્ટમાં હવે આ નવી માંગ કરી છે. તેમનો દાવો છે કે, જ્ઞાનવાપીના મુખ્ય ગુંજબની નીચે એક ઉંચુ શિવલિંગ અને એક દબાયેલો કૂવો છે.
સિવિલ જજ પ્રશાંત કુમારની ફાસ્ટ ટ્રેક કોર્ટે આગામી સુનાવણી 21 ઓગષ્ટે રાખી છે. એઆઈએમ અંજુમન ઈંતેઝામિયા મસાજિદ ને આગામી સુનાવણી સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે.
Poll not found