ગુજરાત

આગામી 6 દિવસ આ જિલ્લામાં વરસાદની ચેતવણી, હવામાન વિભાગની આગાહી ,

રાજ્યમાં છ દિવસ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની (meteorological department)આગાહી (forecast) મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની (rain) શક્યતા છે. ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની (rain) શક્યતા છે. ગુજરાતમાં આગામી સપ્તાહ છૂટછવાયો તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ (rain) થઇ શકે છે.  ઉલ્લેખનિય છે કે ગુજરાત હાલ ગુજરાત પર એવી કોઇ મજબૂત સિસ્ટમ સક્રિય નથી તેથી સમગ્ર ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે.

ગુજરાતના ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 3.58 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.95 ઇંચ, આણંદમાં 2.91 ઇંચ, નવસારીના જલાલપોરમાં 2.67 ઇંચ, પલસાણામાં 2.59 ઇંચ, ડભોઈમાં 2.24 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ વરસ્યો છે.

ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળસપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં  બેથી ત્રણ સેન્ટીમીટરનો વધારો થઇ રહ્યો છે.  સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.88 મીટર પર પહોંચી છે. ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ મોડ પર છે.

હાલ સરદાર સરોવર ડેમમાં બે લાખ 93 હજાર 389 ક્યુસેક પાણીની આવક થઇ છે  આવકની સામે બે લાખ એક હજાર 868 ક્યુસેક પાણી નદીમાં છોડાતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા પ્રશાસનને એલર્ટ રહેવા આદેશ આપ્યાં છે.

સરદાર સરોવર ડેમના વધારાના પાણીથી ઉત્તર ગુજરાતના 952 તળાવો ભરાશે. ચાર જિલ્લામાં 13 પાઈપ લાઈન મારફતે એક હજાર ક્યુસેક તળાવોમાં પાણી પહોંચાડાશે ક્રમશ પાણીનો જથ્થો બે હજાર 400 ક્યુસેક કરાશે, રાજ્યના કુલ 207 પૈકી 50 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 42, દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ  ઓવરફઅલો થયો છે. કુલ 207 જળાશયોમાં હાલ કુલ 72.38 ટકા જળસંગ્રહ છે.

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી  90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે, 80થી 90 ટકા ભરાયેલા 16 જળાશયો એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર છે.ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 70.81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 87.34 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 84.46 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 54.51 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 53.27 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button