દેશના ખૂણે-ખૂણેથી નીકળતી તિરંગા યાત્રાએ વધાર્યું ભારતનું ગૌરવ, Photos જોઈને તમારી છાતી ગદગદ ફૂલી જશે
દર વર્ષની જેમ આ વખતે પણ 'હર ઘર તિરંગા' અભિયાન 9 ઓગસ્ટથી શરૂ થયું છે જે 15 ઓગસ્ટ સુધી ચાલશે અને આ અભિયાનનો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. દેશના ખૂણે-ખૂણેથી 'હર ઘર તિરંગા'ની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

દેશભરમાં દરેક ઘરમાંથી તિરંગા યાત્રાઓ પૂરા ઉત્સાહ અને સૌની ભાગીદારી સાથે કાઢવામાં આવી રહી છે. ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે, જેમાં દેશભરના ઘરોમાં ત્રિરંગો ફરકાવવા આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક દેશવાસીઓને 15મી ઓગસ્ટે પોતાના ઘરોમાં ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે.
સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે 9 ઓગસ્ટથી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે અને આ પહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત લગભગ એક સપ્તાહ સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
15 ઓગસ્ટ, 1947ના રોજ દેશને આઝાદી મળી છે અને આ વર્ષે દેશ તેની 77 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યો છે. ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ પહેલીવાર 15 ઓગસ્ટ 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી.
આ વખતે નાગરિકોને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવા અને ધ્વજ સાથે સેલ્ફી ક્લિક કરીને harghartiranga.com પર અપલોડ કરવા વિનંતી કરવામાં આવી છે.
2023માં હર ઘર તિરંગા અભિયાન હેઠળ 10 કરોડથી વધુ સેલ્ફી અપલોડ કરવામાં આવી હતી.