ગુજરાત

રાજકોટમાં ફરી ફાયર એનઓસી આપવાની કામગીરી બંધ વધુ એક વખત ઇન્ચાર્જ ઓફિસર માંગવા પડશે તમામ 139 ફાઇલોની ચકાસણી કરાવવાની નોબત

પરંતુ  હાલ તો કોર્પો.માં ફરી જુદી જુદી મિલ્કતોને ફાયર એનઓસી આપવાની પ્રક્રિયા સ્થગિત બની ગઇ છે. તો એનઓસીની તમામ પ્રકારની ચકાસણી એ સંપૂર્ણપણે ફાયર એકટ હેઠળની કાર્યવાહી હોય, મનપા પાસે આ માટેના પણ સક્ષમ અધિકારી ન હોય, તપાસ માટે અધિકારી આપવા સરકારને પત્ર લખવામાં આવનાર છે. 

મ્યુનિ. કોર્પોરેશનના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ કચેરીમાં જ 1.80 લાખની લાંચ લેતા લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોના છટકામાં સપડાઇ જતા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ ધોવાયેલી તંત્રની આબરૂનું વધુ  ધોવાણ થઇ ગયું છે. આ અધિકારી અંગે એસીબીના રીપોર્ટ બાદ સરકારને અહેવાલ મોકલવામાં આવનાર છે.

પરંતુ  હાલ તો કોર્પો.માં ફરી જુદી જુદી મિલ્કતોને ફાયર એનઓસી આપવાની પ્રક્રિયા સ્થગિત બની ગઇ છે. તો એનઓસીની તમામ પ્રકારની ચકાસણી એ સંપૂર્ણપણે ફાયર એકટ હેઠળની કાર્યવાહી હોય, મનપા પાસે આ માટેના પણ સક્ષમ અધિકારી ન હોય, તપાસ માટે અધિકારી આપવા સરકારને પત્ર લખવામાં આવનાર છે.  પૂર્વ ચીફ ફાયર ઓફિસર બેદરકારીના ગુના બદલ જેલહવાલે થતા અટકેલી કામગીરી આગળ વધારવા સરકારે ઈન્ચાર્જ સીએફઓ તરીકે અનિલ મારૂની નિમણુંક કરી હતી. તે પણ લાંચ લેતા પકડાઇ જતા હવે આ રોજિંદી કામગીરી માટે પણ ફરી સરકાર પાસે ડેપ્યુટેશનથી અધિકારી માંગવામાં આવશે.

આ ઘટનાથી મહાપાલિકાની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડયો છે. આ સ્થિતિમાં આજે કમિશ્નર દેવાંગ દેસાઇ અને ડે.કમિશ્નર સ્વપ્નિલ ખરે વચ્ચે ચર્ચા થઇ હતી. આવા બનાવથી કમિશ્નર નારાજ અને ખિન્ન થયા છે. આજે વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, ઇન્ચાર્જ ફાયર ઓફિસરના કાર્યકાળમાં 139 જેટલા એનઓસી આપવામાં આવ્યાની વિગતો  ધ્યાન પર આવી છે.

હવે આ કાર્યવાહીમાં કોઇ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની તપાસ તો જરૂરી છે પરંતુ કોર્પો. પાસે  ફાયર નિયમો હેઠળ આ કાર્યવાહીની ચકાસણી અને તપાસ કરી શકે તેવા સક્ષમ ફાયર અધિકારી નથી. વર્ગ-1ના અન્ય અધિકારીઓનો આ વિષય નથી. આથી તપાસ માટે સરકાર વિષય નિષ્ણાંત ફાયર ઓફિસર મોકલે તેવી માંગણી કરવામાં આવશે. આ ઉપરાંત ફરીથી રાજકોટને ખાલી જગ્યા પર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર આપવામાં આવે તેવી માંગણી પણ મૂકાશે.

દરમ્યાન શહેરમાં ફરી મિલ્કતોને ફાયર એનઓસીની પ્રક્રિયા અટકી ગઇ છે. એનઓસી બાદ જ ટીપી શાખાનું બિલ્ડીંગ યુઝ પરમીશન સર્ટીફીકેટ મળી શકે છે. આથી હવે આ કામ કેટલો સમય ફરી અટકશે તે અનિશ્ર્ચિત બન્યું છે.

એનઓસીમાં સીએફઓ સિવાયના કોઇ અધિકારી સહી કરવાની સત્તા ધરાવતા નથી. એક રીતે કોર્પો.માં આ સૌથી મહત્વના કામ માટે કોઇ સાઇનીંગ ઓથોરીટી રહી જ નથી. હાલ એનઓસી માટેની બહુ અરજી પેન્ડીંગ નથી. છતાં  નવા અધિકારી આવે ત્યાં સુધીમાં કામનો ભરાવો થવાની પણ ચિંતા છે.

દરમ્યાન અનિલ મારૂ દ્વારા એનઓસી આપવામાં વહીવટ થતા હોવાની મૌખિક ફરિયાદ કમિશ્નર પાસે આવી હતી. તેઓએ આ અંગે તેનું ધ્યાન દોર્યાનું પણ જાણવા મળ્યું હતું. જોકે ચેતવણીના કલાકો બાદ જ આ અધિકારી લાંચ લેતા પકડાતા ઉપરી અધિકારીઓ અને શાસકોનો લેશમાત્ર ડર ફાયર ઓફિસરને નહીં હોય તેવું પણ લાગી આવ્યું છે.

હાલ તો કોર્પો.ના વહીવટી તંત્રમાં આ લાંચ પ્રકરણના ઘેરા પડઘા પડયા છે. દરેક વિભાગમાં આ ઘટનાની ચર્ચા છે.  અનેક વિભાગના અધિકારીઓ તેમના વર્તુળમાં આવા વહીવટ અંગેના જવાબો આપવાનું ટાળી રહ્યા છે પણ ખાનગીમાં  કોર્પો.ની પ્રતિષ્ઠાને નુકસાન થયાનું અને અવિશ્વાસનું વાતાવરણ ઉભુ થયાનું સ્વીકારે છે.

અગ્નિકાંડની ઘટના બાદ શાસકો પણ ભીંસમાં છે. કોંગ્રેસ તૂટી પડી છે. વહીવટની ગાડી માંડ પાટે ચડે છે ત્યારે આ ઘટનાએ શાસક પક્ષના મોઢા સીવી લીધા જેવી હાલત છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button