મહાત્મા ગાંધી, સરદાર પટેલને વંદન નડિયાદમાં સીએમ પટેલે તિરંગો ફરકાવી કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો લહેરાવીને કરશે, આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમના કાર્યક્રમોની શરૂઆત કરી છે.

આજે દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે. આજે હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર છે. રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે.
સીએમ પટેલે વધુમાં જણાવ્યુ કે, નરેન્દ્રભાઈ, અમિતભાઈ સુરાજ્ય માટે પ્રયત્નશીલ છે, નરેન્દ્રભાઈએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે. ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષો વાવ્યા છે.
આજે નડીયાદમાં રાજ્યકક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી છે, નડિયાદના પરેડ ગ્રાઉન્ડ લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા છે. સીએમ પટેલે ભાષણમાં કહ્યું મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યુ છે.
તેમણે કહ્યું કે, દેશવાસીઓએ વિકાસની વાત અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે. 140 કરોડ ભારતવાસીઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુન: વિશ્વાસ મૂક્યો છે, સતત ત્રીજીવાર દેશનો સુકાન નરેન્દ્ર મોદીને સોંપ્યો છે
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ‘વડાપ્રધાને વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે, આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.’