અમદાવાદથી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો લઈ આવતા ધોરાજીના બે ટ્રક ડ્રાઇવર પકડાયા હતા. 23 વર્ષીય મહંમદ રમજાન લાખા અને 28 વર્ષીય રફીક હાલા પાસેથી 11.99 ગ્રામ મેફેડ્રોન અને 454 ગ્રામ ગાંજો મળ્યો હતો ,
પોલીસ સૂત્રોએ આપેલી માહિતિ મુજબ, આગામી જનમાષ્ટમીના તહેવાર અનુસંધાને રાજકોટ જિલ્લાના યુવાનોને વ્યસનથી દુર રાખવા નાર્કોટીકસને લગતા પદાર્થ કે, પ્રવાહી વેચાણ કે, હેરાફેરી કરતા શખ્સો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ તરફથી સુચના આપેલ હોય.

અમદાવાદથી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો લઈ આવતા ધોરાજીના બે ટ્રક ડ્રાઇવર પકડાયા હતા. 23 વર્ષીય મહંમદ રમજાન લાખા અને 28 વર્ષીય રફીક હાલા પાસેથી 11.99 ગ્રામ મેફેડ્રોન અને 454 ગ્રામ ગાંજો મળ્યો હતો. પોલીસે 11.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતિ મુજબ, આગામી જનમાષ્ટમીના તહેવાર અનુસંધાને રાજકોટ જિલ્લાના યુવાનોને વ્યસનથી દુર રાખવા નાર્કોટીકસને લગતા પદાર્થ કે, પ્રવાહી વેચાણ કે, હેરાફેરી કરતા શખ્સો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ તરફથી સુચના આપેલ હોય.
જે અનુસંધાને એસ.ઓ.જી. પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઇ ભાનુભાઈ સી. મિયાત્રા તેમની ટીમ સાથે ગોંડલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સાથેના એ.એસ.આઈ. સંજયભાઈ નિરંજની, કોન્સ્ટેબલ ચિરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, મહમંદરમજાન યુસુફ લાખા (ઉં. વ.23, રહે. રસુલપરા, ઈદગાહની બાજુમાં, ધોરાજી) તથા રફીક મહંમદ હાલા (રહે. જુના ઉપલેટા રોડ, નળિયા કોલોની, કવાર્ટર, ધોરાજી) પોતાના હવાલા વાળો અશોક લેલન કંપનીનો માલવાહક ટ્રક જીજે – 14- ઝેડ -1430માં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખી ધોરાજી તરફ જનાર છે.
જે ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે ભરૂડી એલ.સી.બી ઓફીસ ખાતે વોચ તપાસ ગોઠવી રેઇડ કરતા ઉપરોક્ત ટ્રકના કેબીનમાં ડ્રાઇવરની સીટના પાછળના ભાગેથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સ તથા વનસ્પતિજન્ય(ગાંજા)ના ઘટકોવાળો માદકપદાર્થનો જથ્થો મળી આવતા ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.
પોલીસે ડ્રગ્સ 11.95 ગ્રામ જેની કિંમત રૂ.1,19,500 અને ગાંજો 454 ગ્રામ જેની કિંમત રૂ.4,540 તથા મોબાઇલ ફોન નંગ-2 જેની કિંમત રૂ. 20,000 તેમજ રોકડ રકમ રૂ.13,500 અને અશોક લેલન કંપનીનો ટ્રક જેની કિંમત રૂ.10,00,000 ગણી કુલ રૂ-11,57,540નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ અમદાવાદથી પ્લાસ્ટિક વેસ્ટ ભરી કુતિયાણા જવાના હતા.
અમદાવાદથી ગાંજો અને ડ્રગ્સ લીધું હોવાનું કહીં રહ્યા છે. તેઓ વેચવા માટે આ ડ્રગ્સ ગાંજો લાવ્યા હતા. અગાઉ પણ લાવ્યા હોવાની પોલીસને શંકા છે. હાલ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.આ કામગીરીમાં પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઇ બી.સી.મિયાત્રા, એ.એસ.આઇ. જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નીરંજની, અમીતભાઇ કનેરીયા, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, ભગીરથસિહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયગીરી ગૌસ્વામી, શીવરાજભાઈ ખાચર, ચીરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ, અમુભાઇ વિરડા, નરશીભાઇ બાવળીયા ફરજ પર રહ્યા હતા.