ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, પાકની નુકસાની સહિત કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં પાક નુકસાની સંદર્ભે ચાલી રહેલા સર્વે પર સમીક્ષા કરવામાં આવશે, વિધાનસભા બાકીના બે દિવસના સત્ર અને તેમાં રજૂ થનારા બિલ બાબતે ચર્ચા થશે. ઉપરાંત મંકી પોક્સ વાયરસની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજ્ય સરકારની તૈયારીઓ અંગે પણ સમીક્ષા થશે.

સૌરાષ્ટ્રમાં પાક નુકસાની સંદર્ભે ચાલી રહેલા સર્વે પર સમીક્ષા કરવામાં આવશે, વિધાનસભા બાકીના બે દિવસના સત્ર અને તેમાં રજૂ થનારા બિલ બાબતે ચર્ચા થશે. ઉપરાંત મંકી પોક્સ વાયરસની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજ્ય સરકારની તૈયારીઓ અંગે પણ સમીક્ષા થશે.

આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે થયેલા નુકસાન પર ચર્ચા કરવામાં આવશે. ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સંદર્ભે ચાલી રહેલા સર્વેની વિગતો સાથે વરસાદથી થયેલા નુકસાન માટે સહાય માટેની ચર્ચા થવાની પણ સંભાવના છે. તો આ સિવાય વિધાનસભા બાકીના બે દિવસના સત્ર અને તેમાં રજૂ થનારા બિલ બાબતે ચર્ચા થશે. જેમાં ગુજરાત માનવ બલિદાન તથા કાળા જાદૂ અટકાવવા અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવનાર છે, ત્યારે એ બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સ વાયરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધો છે, તો આને લઈને લઈ ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમજ તમામ રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈ ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા છે.

મંકી પોક્સ વાયરસ મામલે સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે મંકી પોક્સ વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. તેમજ એરપોર્ટ પર સર્વેલન્સ સહિતનાં પગલાંઓ લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની એડવાઈઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાઓ લઈ રહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button