શનિવારે સાંજે લોકમેળાને ખુલ્લો મુકાશે પ્રભારી મંત્રી પટેલ હવે ફાઉન્ડેશન વગર જ ધમધમશે રાઇડ્સ
રાઇડ્સના મુદ્દે SOPના અભ્યાસ અને યાંત્રિક ચકાસણી બાદ જ કમિટિ દ્વારા લેવાશે નિર્ણય-ક્લેક્ટર: બપોરે ક્લેક્ટર કચેરીમાં રાઇડ્સ કમિટી અને પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓની બેઠક

રાઇડ્સના મુદ્દે SOPના અભ્યાસ અને યાંત્રિક ચકાસણી બાદ જ કમિટિ દ્વારા લેવાશે નિર્ણય-ક્લેક્ટર: બપોરે ક્લેક્ટર કચેરીમાં રાઇડ્સ કમિટી અને પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓની બેઠક .
સૌરાષ્ટ્રની ભાતિગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા જન્માષ્ટમીના લો કમેળાનું ઉદ્ઘાટન પ્રતિ વર્ષ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે છે. આ અંગે વહીવટીતંત્ર દ્વારા અગાઉથી આમંત્રણ મુખ્ય મંત્રી કાર્યાલયને મોકલી દેવાયું હતું તેમજ ગઇકાલે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી પણ ગાંધીનગર રૂબરૂ દોડી ગયા હતા અને મુખ્યમંત્રીને લોકમેળાના ઉદ્ઘાટન માટે આમંત્રણ પાઠવ્યું હતું.
પરંતુ રાજકોટના ધરોહર લોકમેળાનું ઉદ્ઘાટન હવે શનિવારે સાંજે પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ હસ્તે કરવામાં આવશે. આ અંગેની પુષ્ટી જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ પણ કરી હતી. કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે લોકમેળામાં રાઇડ્સના ફાઉન્ડેશન મુદ્ે એસઓપીના અભ્યાસ અને યાંત્રિક ચકાસણી બાદ જ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. આ અંગે બપોરના રાઇડ્સ કમીટી અને પીડબલ્યુડીના અધિકારીઓની ખાસ બેઠક આયોજીત કરવામાં આવી છે.
લોકમેળાના ઉદ્ઘાટન સમારોહમાં હુડો રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે લોકમેળાના પાંચ દિવસ દરમ્યાન પ્રતિ વર્ષ રાત્રિના અવનવા સાંસ્કતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
લોકમેળામાં પ્રતિ વર્ષ 13 લાખની જનમેદની લોકમેળાને મહાલવાનો લાભ લે છે. આ વખતે પણ લાખોની જનમેદની મેળામાં ઉમટી પડવાની શક્યતા છે. આ માટે વહીવટીતંત્ર દ્વારા જનમેદનીની સુરક્ષા માટે વિશેષ પ્રબંધો કરવામાં આવેલ છે. લોકમેળામાં 31 રાઇડ્સની સાથે ખાણી-પીણી અને રમકડાના 230 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ અંગેની તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.