મહારાષ્ટ્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો અને જાહેર સભાને સંબોધી હતી

જેમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે કાયદો વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ​​મહારાષ્ટ્રના જલગાંવમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો અને જાહેર સભાને સંબોધી હતી. કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર અને હત્યાના આક્રોશ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે, અમે મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે કાયદો વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ.

વડાપ્રધાને કહ્યું કે, ગુનેગારોને બક્ષવામાં નહી આવે. ગુનેગારોને રક્ષણ આપનારાઓને પણ બક્ષવામાં નહીં આવે. તેમણે કહ્યું, ‘હૉસ્પિટલ, સ્કૂલ, કૉલેજ, પોલીસ વિભાગ, જે પણ આમાં સામેલ હોય તેની સામે પગલાં લેવા જોઈએ. સરકારો આવતી-જતી રહે છે, આપણે આપણી મહિલાઓની સુરક્ષા કરવી પડશે. મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ અંગે પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે હું ફરી એકવાર દેશના દરેક રાજકીય પક્ષ અને રાજ્ય સરકારને કહીશ કે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અક્ષમ્ય પાપ છે. ગુનેગાર કોઈ પણ હોય, તેને બક્ષવામાં ન આવે. તેને કોઈપણ રીતે મદદ કરનારા પણ બચવા જોઈએ નહીં. હોસ્પિટલ હોય, શાળા હોય, ઓફિસ હોય કે પોલીસ તંત્ર… ગમે તે સ્તરે બેદરકારી હોય, બધાનો હિસાબ થવો જોઈએ.

PMએ વધુમાં કહ્યું કે, ‘મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે અમે કાયદાને વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ. અગાઉ એવી ફરિયાદો હતી કે FIR નોંધવામાં આવતી નથી, અમે BNS લાવ્યા અને તેમાં ઘણા સુધારા કર્યા. જો મહિલા પોલીસ સ્ટેશન જવા માંગતી નથી, તો તે ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે અને ઈ-એફઆઈઆરમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. લગ્ન પછી મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની ફરિયાદો આવતી હતી, અમે BNSમાં સુધારા કર્યા છે. મહિલાઓ સામેના ગુનાઓ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતની માતૃશક્તિએ હંમેશા સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં મોટું યોગદાન આપ્યું છે અને આજે જ્યારે આપણો દેશ વિકસિત બનવા માટે સખત મહેનત કરી રહ્યો છે ત્યારે આપણી માતૃશક્તિ ફરી આગળ આવી રહી છે. PM એ કહ્યું, ‘આજે હું તમને પડકાર આપું છું – એક બાજુ અગાઉની સરકારોના સાત દાયકા અને બીજી બાજુ મોદી સરકારના 10 વર્ષ… મોદી સરકારે દેશની બહેનો-દીકરીઓ માટે જે કામ કર્યું છે, તેટલું આઝાદી પછી કોઈ સરકારે કર્યું નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button