ગુજરાત

રાજ્યના હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે , 29થી લઇ 3જી સપ્ટે. સુધી ભારે વરસાદની આગાહી ,

ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે, અને આ તબાહી હજુ પણ આગળ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતથી લઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જે આગામી સાત દિવસ માટેની છે. તેના મેપ્સ પણ અહીં જુઓ શકો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર 15 ઇંચ અને જામજોધપુરમાં 13 ઇંચથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. આગામી સાત દિવસ એટલે કે 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.

આગામી સાત દિવસ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. 28 ઓગસ્ટે દીવ, દમણ અને દદરાનગર હવેલીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જુઓ મેપ્સ રાજ્યના હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે, તે પ્રમાણે, 29 ઓગસ્ટે પણ દીવ, દમણ અને દદરાનગર હવેલીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જુઓ મેપ્સ

રાજ્યભરમાં ભારેથી આતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 30 ઓગસ્ટે પણ દીવ, દમણ અને દદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આગામી 31 ઓગસ્ટે પણ વરસાદ ભારે તબાહી મચાવી શકે છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં રેડ એલર્ટની આગાહી સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી 1 લી સપ્ટેમ્બરે પણ વરસાદની ભારે ચેતવણી છે. આગામી 2જી સપ્ટેમ્બરે પણ રાજ્યમાં ભારે વરસાદ ખાબકશે. બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારેથી અસાધારણ અને ભારે વરસાદની સંભાવના છે. આગામી 3જી સપ્ટેમ્બરે હવામાન વિભાગે વરસાદની ચેતવણી આપી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button