રાજકોટમાં એક વર્ષ પહેલા જ ખુલ્લા મુકાયેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ તૂટી , એરપોર્ટના રનવે નજીકની 15 ફૂટની દીવાલ ધરાશાયી
દીવાલ તૂટી પડતા સરકારની નીતિ પર સવાલ ઉભા થયા છે. રાજકોટમાં નવા એરપોર્ટનું નિર્માણ 2 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે, એક વર્ષ પહેલા જ એરપોર્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
દીવાલ તૂટી પડતા સરકારની નીતિ પર સવાલ ઉભા થયા છે. રાજકોટમાં નવા એરપોર્ટનું નિર્માણ 2 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે, એક વર્ષ પહેલા જ એરપોર્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગયું છે. થોડા દિવસો પહેલા એરપોર્ટની કેનોપી તૂટી હતી, ત્યારે હવે દીવાલ ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે અચાનક દીવાલ તૂટતાં એરપોર્ટ બાંધકામની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ ગયા છે.
રાજકોટમાં એક વર્ષ પહેલા જ ખુલ્લા મુકાયેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ તૂટી પડી છે. એરપોર્ટના રનવે નજીકની 15 ફૂટની દીવાલ ધરાશાયી થઈ ગઈ છે, ત્યારે આ દીવાલ તૂટી પડતા સરકારની નીતિ પર સવાલ ઉભા થયા છે. રાજકોટમાં નવા એરપોર્ટનું નિર્માણ 2 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે, એક વર્ષ પહેલા જ એરપોર્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટમાં ઉતાવળે ઉભા કરાયેલા એરપોર્ટે ઓથોરિટીને અરીસો દેખાડી દીધો છે. આ ઘટના બનતા એરપોર્ટ ઓથોરિટીની ઇજ્જતના ધજાગરા ઉડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
એરપોર્ટના રનવે નજીકની તૂટી પડેલી દીવાલની સામે આવેલી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે દીવાલ ધરાશાયી થઈ ગઈ છે અને ત્યાંથી પાણી ઝરણાની જેમ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પવન સાથે ભારે વરસાદને કારણે એરપોર્ટની કેનોપી તૂટી પડી હતી. રાજકોટ એરપોર્ટના પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયાની બહારના છત તૂટી પડી હતી. ત્યારે હવે દીવાલ તૂટી પડતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. વડા પ્રધાન મોદી દ્વારા જુલાઈ 2023 માં રાજકોટ પાસે હિરાસરમાં એરપોર્ટના નવા બિલ્ડિંગનું લોકકાર્પણ કરવામાં આવ્યું હતું.



