ભારત

10 રાજયોમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરો વિકસાવાશે ગુજરાતનું એક પણ નહિં અમરેલી – ભુજ સહિત 234 શહેરોમાં FM રેડિયો શરૂ થશે: કેબીનેટમાં શ્રેણીબદ્ધ નિર્ણયો

સ્થાનિક ભાષા તથા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો ઉદેશ છે. આ કદમથી નવી રોજગારી સર્જાવા ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન મળવાનો દાવો ટવીટ દ્વારા વડાપ્રધાન મોદીએ કર્યો હતો.

કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં નવા 12 ઔદ્યોગીક સ્માર્ટ શહેરો વિકસાવવા ઉપરાંત 234 શહેરોમાં ખાનગી એફએમ રેડીઝે શરૂ કરવા નવી બે રેલ્વે લાઈન પ્રોજેકટ તથા એગ્રી ઈન્ફ્રા ફંડ સ્કીમનો વ્યાપ વધારવા સહીત શ્રેણીબદ્ધ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

કેન્દ્રીય કેબીનેટની બેઠક બાદ માહીતી-પ્રસારણ વિભાગનાં મંત્રી અશ્વિની વૈશ્નને જણાવ્યું હતું કે 234 શહેરોમાં 730 એફએમ ચેનલો માટે ઈ-ઓકશન યોજવાને મંજુરી આપી છે.અંદાજીત 785 કરોડની રિઝર્વ પ્રાઈઝ નકકી કરવામાં આવી છે.એફએમ ચેનલ માટે લાયસન્સ ફી ગ્રોસ આવકની ચાર ટકા રહેશે ખાનગી એફએમ ચેનલની સુવિધા ન ધરાવતા 234 શહેરોને આવરી લેવામાં આવ્યા છે.

સ્થાનિક ભાષા તથા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો ઉદેશ છે. આ કદમથી નવી રોજગારી સર્જાવા ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન મળવાનો દાવો ટવીટ દ્વારા વડાપ્રધાન મોદીએ કર્યો હતો.

નવી ખાનગી એફએમ ચેનલોમાં જે શહેરોને આવરી લેવામાં આવ્યા છે તેમાં ગુજરાતનાં અમરેલી, તથા ભુજનો સમાવેશ થાય છે. હાલ 36 ખાનગી ખાનગી એફએમ બ્રોડ કાસ્ટરો 113 શહેરોમાં 388 એફએમ રેડીયો સ્ટેશન ચલાવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્વર્ણિમ ચતર્ભૂજ યોજનાના ધોરણે 10 રાજયોમાં 12 નવા ઔદ્યોગીક સ્માર્ટ સીટી વિકસાવવાનો પણ નિર્ણય લીધો છે દેશના છ મુખ્ય ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર નજીકનાં હશે અને તેમાં 28602 કરોડનું રોકાણ થવાનો અંદાજ છે.

આ શહેરોમાં મેન્યુફેકચરીંગ એકમો સ્થપાશે. ઉપરાંત રેસીડેન્સીયલ ટાઉનશીપ પણ બનશે. 10 લાખનો સીધી રોજગારી મળવાનું અનુમાન છે. જયારે આ શહેરમાં ઉભી થનારી સુવિધા અંતર્ગત અન્ય 30 લાખ આડકતરી રોજગારીનું સર્જન થશે.

2027 સુધીમાં આ ઔદ્યોગીક સ્માર્ટ શહેરો વિકસીત કરવાની યોજના છે. વિજળી-પાણી સહીતની પાયાની સુવિધા સરકાર ઉભી કરી દેશે. પર્યાવરણ મંજુરી અગાઉથી જ મેળવી લેવામાં આવી હોવાથી ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને સરળતા રહેશે. કેન્દ્ર તથા રાજયોનાં સંયુકત રોકાણથી સ્માર્ટ શહેરો વિકસાવવામાં આવશે.

વિકાસ માટે જમીન પેટે અર્ધુ રોકાણ રાજયનુ રહેશે જયારે બાકીનાં વિકાસના નાણા કેન્દ્ર સરકાર આપશે.બિહાર ઉતર પ્રદેશ, હરીયાણા, ઉતરાખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, તેલંગાણા તથા આંધ્રપ્રદેશના એક એક શહેરોનો સમાવેશ કરાયો છે ગુજરાતનું એકપણ શહેર નથી.

આ ઉપરાંત એક લાખ કરોડ રૂપિયાનાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવાયો હતો.6456 કરોડના ખર્ચે ત્રણ રેલવે પ્રોજેકટોને પણ મંજુરી આપવામાં આવી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button