ગુજરાત

ભારે વરસાદના પગલે સીએમ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હવાઇ નિરીક્ષણ કરવામાં આવ્યુ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે

રાજ્યમાં પડેલ ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વધારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેઓ જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે.

ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગુરુવારે બપોરે 3:30 કલાકે હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા હતા. જ્યા તેઓએ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરી હતી.

જામનગરની સ્થિતી જાણ્યા બાદ મુખ્યમંત્રી સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચશે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મિ.મી. વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવશે અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે.

મુખ્ય સચિવ રાજકુમાર પણ આ મુલાકાતમાં મુખ્યમંત્રીની સાથે જોડાશે. જેમાં તેઓ મુખ્યમંત્રી સાથે ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે.

ત્યારે જામનગર ખાતે બપોરના સમયે મુખ્યમંત્રી પ્લેન મારફતે પહોંચ્યા હતા. જ્યા એરપોર્ટ પર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button