ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે. ચક્રવાતી તોફાન ‘અસના’ વાવાઝોડું આગામી 24 કલાકમાં ત્રાટકી શકે છે
ગુજરાત પર હાલ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. કચ્છ નજીક ડીપ ડિપ્રેશન સાયક્લોનિક વાવાઝોડું દરિયામાં પ્રવેસશે. જેના કારણે ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાત પર હાલ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. કચ્છ નજીક ડીપ ડિપ્રેશન સાયક્લોનિક વાવાઝોડું દરિયામાં પ્રવેસશે. જેના કારણે ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે. ચક્રવાતી તોફાન ‘અસના’ વાવાઝોડું આગામી 24 કલાકમાં ત્રાટકી શકે છે, જેની અસર 30 અને 31 ઓગસ્ટના રોજ જોવા મળી શકે છે. આ દરમિયાન 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતી તોફાનને લઈને IMD દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
છેલ્લા થોડા દિવસોમાં બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન સર્જાયું હતું જે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. આ પ્રેશર ગુજરાતના ભુજથી 70 કિમી ઉત્તર-પશ્ચિમમાં, નલિયાથી 60 કિમી ઉત્તર-પૂર્વમાં અને પાકિસ્તાનના કરાચીથી 250 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવેલું છે, જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે અને ગુજરાત તરફ આવી રહ્યું છે. તે 30 ઓગસ્ટે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને આગામી 2 દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તબાહી મચાવશે.

30-31 ઓગસ્ટે આવશે સાયક્લોનિક વાવાઝોડું
આ સંદર્ભે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જારી કરીને કહ્યું કે 30-31 ઓગસ્ટના રોજ સાયક્લોનિક વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. આ દરમિયાન, 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની ઝડપ 85 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયાની નજીક ન જવા ચેતવણી આપવામાં આવી છે. બાદમાં ચક્રવાતી તોફાન ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધશે.