કચ્છનાં માંડવીમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે. માંડવીમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે.
કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસરને લઈ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે. માંડવીમાં તેજ પવન સાથે વરસાદની શરૂઆત થવા પામી છે. કચ્છમાં ભારે પવનની આગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે.

કચ્છનાં માંડવીમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે. માંડવીમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તન થઈ શકે છે. કચ્છમાં ભારે પવનની આગાહીને લઈ તંત્ર એલર્ટ છે.
કચ્છમાં ભારે વરસાદ સાથે પવનથી વીજ પુરવઠાને વ્યાપક અસર થવા પામી છે. કચ્છમાં વેગીલા પવનથી 118 થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. માંડવી, મુન્દ્રા, કોઠારા, દયાપર સહિતનાં ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. કચ્છનાં ગામડાનાં જ્યોતિગ્રામનાં 81 સહિત 336 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થયો છે.
કચ્છ જીલ્લામાં સંભવિત વાવાઝોડાનો ખતરો છે. અસનાં વાવાઝોડાને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે. કચ્છમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે, અસના વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. તેમજ સાવચેતીનાં ભાગરૂપે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ માંડવી, અબડાસા, લખપતમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકોને કાચા મકાનમાં ન રહેવાની કલેક્ટરની અપીલ છે.