ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદ ના કારણે મોટું નુકસાન સર્જાયું હતું 3610 કિ.મી લંબાઈના રસ્તાઓને નુકસાન અનેક માર્ગો હજુ બંધ

રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ધોરીમાર્ગો ને થયેલા નુકશાન સામે યુદ્ધના ધોરણે કામગીરી કરી માર્ગો પૂન: વાહન વ્યવહાર યુક્ત કરવા માટે માર્ગ મકાન વિભાગને દિશાનિર્દેશો આપ્યા છે.રાજ્યના 3610 કિ.મી લંબાઈ ના રસ્તાઓને નુકસાન થયું છે.

રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ધોરીમાર્ગો ને થયેલા નુકશાન સામે યુદ્ધના ધોરણે કામગીરી કરી માર્ગો પૂન: વાહન વ્યવહાર યુક્ત કરવા માટે માર્ગ મકાન વિભાગને દિશાનિર્દેશો આપ્યા છે.રાજ્યના 3610 કિ.મી લંબાઈ ના રસ્તાઓને નુકસાન થયું છે.

રાજ્યમાં ભારે વરસાદ ના કારણે મોટું નુકસાન સર્જાયું હતું. ગત રવિવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ સાર્વત્રિક વરસાદ એ તમામ તાલુકાઓ જળબંબાકાર કર્યા હતા. ભારે વરસાદને પગલે હવે ધોવાઈ ગયા છે. મોટા ભાગના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. અને હાઇવે રોડના ઉખાડી ગયા હતા. અને તમામ રોડ ની હાલત બિસ્માર બની છે.

અમદાવાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કુલ 42 જેટલા રસ્તાઓને અસર થઈ હતી, આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટર રેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે.

42 રસ્તાઓ પૈકી હાલ 30 માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે.અમદાવાદ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી 48 કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે અને અન્ય રસ્તાઓ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ શહેર, તાલુકા અને ગામોને જોડતાં રાજ્ય ધોરી માર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને અન્ય જિલ્લા માર્ગો, એમ મળીને કુલ 102.50 કિલોમીટરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.

જેમાં સૌથી વધારે ધોળકા તાલુકામાં 21 કિલોમીટર, બાવળા અને સાણંદ તાલુકાઓમાં 16 કિમી, ધોલેરા તાલુકામાં 12 કિમી, વિરમગામ અને દેત્રોજ તાલુકાઓમાં 11 કિમી, માંડલમાં 6 કિમી, દસ્ક્રોઈમાં 5 કિમી અને ધંધુકામાં 4 કિલોમીટરના રસ્તાઓ એમ કુલ મળીને 102.50 કિલોમીટરના નાના-મોટા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના ખાસ ગ્રામ્ય  વિસ્તારોના માર્ગો જેવા કે ભાટવડિયા ગોકલપર રોડ, બેહ બારા રોડ, સણોસરી દેવળીયા રોડ સહિત જિલ્લાના તમામ તાલકાઓમાં ગ્રામ્ય  વિસ્તારો માર્ગ મરામત કરી આ માર્ગો પર્વવત કરવામાં આવી રહ્યા છે. મરેલી જિલ્લામાં અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામત કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે.

જેમાં લીલીયા-ભેંસવડી, મેવાસા-વાંસિયાળી, ખારા-કુતણા અને રેલ્વે સ્ટેશન ચોક સાવર કુંડલા ખાતે પેચવર્ક અને મોરમ પાથરવાની કામગીરી પૂર્ણ થઇ છે. એટલુંજ નહીં, વરસાદની સ્થિતિના પગલે અને ખરાબ રોડ-રસ્તા ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માત ન નડે તે માટે પણ ઝડપથી રોડ રિપેરીંગ અને પેચવર્ક કરવામાં આવી રહ્યું છે તેમજ અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઇવે, સાવરકુંડલા શહેર વિસ્તાર, રાજકોટ-ભાવનગર રોડ, અમરેલી-ધારી રોડ અ એમ.ડી.આર. રોડમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તકના 11 રોડ પર પાણી ભરાઈ જવા તેમજ ઓવર ટોપીંગના કારણે વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો. જેમાં ઉપલેટા તાલુકાના પાંચ રોડ, જેતપુર તાલુકાના ત્રણ રોડ, રાજકોટ, કોટડા સાંગાણી તેમજ પડધરી તાલુકાના એક-એક મળીને 11 રોડ બંધ થયા હતા.

જેમાં રાજકોટ જિલ્લાના ઉપરોક્ત 11 રોડમાંથી આઠ માર્ગો શરૂ થઈ ગયા છે. જ્યારે ત્રણ માર્ગો પર ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે.ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા નાવદ્રા, ભેટાળી, ઈન્દ્રોઈ, પંડવા, તાલાલા, પીપળવા-આંબળાશ રોડ, સુત્રાપાડા તાલુકાના ભુવાવાડા, વિઠ્ઠલપરા સહિત જિલ્લાના નાના-મોટા રોડ-રસ્તાઓ પર રિપેરીંગ, મેટલવર્કની કામગીરી, રીસરફેસીંગ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા સહિત તમામ તાલુકાઓમાં જ્યાં પણ રસ્તામાં ખાડા પડ્યા હતા. ત્યાં પેચ વર્કની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ જ્યાંથી પણ ફરિયાદ આવે છે તેના પર પૂરતું ધ્યાન આપીને કામગીરી કરવામાં રહી છે.આ કામ માટે જેસીબી-731, ડમ્પર-699, ટ્રેક્ટર-557,હીટાચી-7, રોલર- 65, લોડર-14, ટ્રી-કટર- 48, પેવર  4 થી મરામત કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં 6487 કામદારો સાથે 466 ટીમ કાર્યરત છે. નેશનલ હાઈ ઓથોરીટી ઓફ ઈંડીયા હસ્તક ના કુલ 2894 કીમી. ના રાષ્ટ્રીય ધોરી માર્ગોની નુકસાન થયેલ અંદાજે 139 કિમી. લંબાઈ ની મરામત ની કામગીરી રાજ્ય સરકારના સંપર્કમાં રહી ગ.ઇં.અ.ઈં દ્વારા હાથ ધરવા માં આવેલ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button