રાજસ્થાન સબ ઈન્સ્પેક્ટર પરીક્ષા 2021ના પેપર લીક કેસમાં આજે મોટી કાર્યવાહી કરવામાં આવી પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય રામુરામ રાયકાની રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
પોતાના જ બાળકોને પેપર આપનાર પૂર્વ આરપીએસસીની ધરપકડ

રાજસ્થાન સબ ઈન્સ્પેક્ટર પરીક્ષા 2021ના પેપર લીક કેસમાં આજે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય રામુરામ રાયકાની રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
એસઓજીએ પેપર લીકમાં સંડોવણી અને પરીક્ષામાં સ્થાન મેળવવા બદલ રાયકાના પુત્ર અને પુત્રીની સાથે અન્ય ત્રણ તાલીમાર્થીઓની રવિવારે ધરપકડ કરી હતી. એડીજી એસઓજી વીકે સિંહે જણાવ્યું હતું કે, “પૂર્વ આરપીએસસી સભ્યને તેના બાળકોને સબ-ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષા પેપર આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલાં પાંચેય આરોપીઓને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાંથી તેમને 7 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં હતાં. એક સત્તાવાર નિવેદન અનુસાર, ધરપકડ કરાયેલા તાલીમાર્થીઓમાં શોબા રાયકા તેના ભાઈ દેવેશ રાયકા, મંજુ દેવી, અવિનાશ પટસાનિયા અને વિજેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.
પાંચેય તાલીમાર્થીઓને રાજસ્થાન પોલીસ એકેડમી માંથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં અને શનિવારે પૂછપરછ માટે એસઓજી ઓફિસમાં લાવવામાં આવ્યાં હતાં. સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા 2021 કેસમાં અત્યાર સુધીમાં 61 આરોપીઓ સામે ત્રણ અલગ-અલગ ચાર્જશીટ સબમિટ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, 61 આરોપીઓમાં 33 તાલીમાર્થી સબ-ઇન્સ્પેક્ટર છે, ચાર પસંદગીના ઉમેદવારો છે જેઓ સેવામાં જોડાયા નથી અને 24 તેમના સહયોગી છે