બ્રેકીંગ ન્યુઝ
પોરબંદરમાં સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 4 માંથી ત્રણ જવાનો લાપતા થયા હતા. જ્યારે 1 જવાન મળી આવ્યો હતો.
ગત મધરાતરે ALH CG 863 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
પોરબંદરમાં સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કોસ્ટગાર્ડનાં હેલિકોપ્ટરનાં 4 જવાનો સવાર હતા. શોધખોળ દરમ્યાન 1 જવાન મળી આવ્યો હતો. જ્યારે 3 લાપતા જવાનની શોધખોળ માટે કોસ્ટગાર્ડની રેસ્ક્યું ટીમ રવાના થઈ હતી. ગત મધરાતરે ALH CG 863 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી કે, ALH હેલિકોપ્ટર પોરબંદર નજીક મોટર ટેન્કર હરી લીલામાંથી ઘાયલ ક્રુ મેમ્બરને બહાર કાઢવા માટે ગયું હતુ. હેલિકોપ્ટરને ઈમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું અને દરિયામાં ખાબક્યું. એક ક્રૂ મેમ્બર સ્વસ્થ છે, બાકીના ત્રણ ક્રૂ મેમ્બરની શોધખોળ ચાલુ છે. ICG એ બચાવ પ્રયાસો માટે 04 જહાજો અને 02 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.
- પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
- ગત રોજ હરીલીલા મોટર ટેન્કરના રેસ્ક્યુમા ગયુ હતુ હેલિકોપ્ટર
- હેલિકોપ્ટરમા રહેલ એક ક્રુ મેમ્બરને બચાવી લેવાયો, ત્રણ ક્રુ મેમ્બરની શોધખોળ ચાલુ
- કોસ્ટગાર્ડ દ્વારા બચાવ માટે 4 જહાજ અને 2 હેલીકોપ્ટર કર્યા છે તૈનાત
Poll not found



