આરોગ્ય સમાચાર

ચોમાસા દરમ્યાન સરકારના ઈન્ફલુએન્ઝા ટ્રેકરે ફરી એકવાર એચ3એન2 સંક્રમણનું એલર્ટ આપ્યુ છે. આ ઋતુજન્ય ઈન્ફલુએન્ઝા એચ1એન1નો પેટા પ્રકાર છે, જે હાલમાં દેશના મોટાભાગમાં ફેલાયો છે.

આવા તાવથી પીડાતા દર્દીઓેને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે ,

સતત અને ઝડપથી બદલી રહેલા હવામાનમાં મોટી સંખ્યામાં લોકો શરદી-ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો કે નવો ઈન્ફલુએન્ઝા ફેલાવાના કારણ આ સર્દી-ઉધરસ અને તાવના લક્ષણ સામાન્ય નથી, ઋતુજન્ય વાયરલ તાવથી પીડિત દર્દીઓમાં એચ3એન2 નું મળી રહ્યું છે. તબિયત વધુ બગડવા પર દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ થવુ પડી રહ્યું છે.

ચોમાસા દરમ્યાન સરકારના ઈન્ફલુએન્ઝા ટ્રેકરે ફરી એકવાર એચ3એન2 સંક્રમણનું એલર્ટ આપ્યુ છે. આ ઋતુજન્ય ઈન્ફલુએન્ઝા એચ1એન1નો પેટા પ્રકાર છે, જે હાલમાં દેશના મોટાભાગમાં ફેલાયો છે. જેના કારણે ચોમાસામાં હંમેશા થતી શરદી-ઉધરસ હવે સામાન્ય નથી રહી.

સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી રહી છે.સાથે સાથે પરિવારના સભ્યોને પણ ઝડપથી આ વાયરસ ઝપટમાં લઈ રહ્યો છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર ચાર સપ્તાહથી દેશના મોટાભાગમાં એ3એચ2 વાયરસ ઝડપથી વધી રહ્યો છે.

ગત સપ્તાહે લગભગ 42 ટકા નમુનામાં તેની પુષ્ટિ થઈ હતી. આઈસીએમઆરનું માનવુ છે કે, ગંભીર તીવ્ર સંક્રમણની સાથે હોસ્પિટલમાં દાખલ થનારા બધા દર્દીઓમાંથી લગભગ 50 ટકામાં એચ3એન2 મળી આવ્યો છે.

 

News Click 24

Poll not found
Back to top button