ઈકોનોમી
શેરબજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ છે , સેન્સેક્સ 700 અંકે ગબડી પડ્યો,
મંગળવારની સુસ્તી બાદ આજે શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ લગભગ 180 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. BSE સેન્સેક્સ 709.94 પોઈન્ટ ઘટીને 81,845.50 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 189.90 (-0.75%) ઘટીને 189.90 પોઈન્ટ પર ખુલ્યો હતો. આ સાથે જ બેન્ક નિફ્ટીમાં લગભગ 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપમાં લગભગ 500 પોઈન્ટનું નુકસાન જોવા મળ્યું છે.
મંગળવારે સેન્સેક્સ 4.40 પોઈન્ટ અથવા 0.01 ટકાના મામૂલી ઘટાડા સાથે 82,555.44 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સતત 14મા દિવસે તેજીમાં રહ્યો હતો અને 1.15 પોઈન્ટના મામૂલી વધારા સાથે 25,279.85 પોઈન્ટ પર બંધ થયો હતો.
Poll not found