સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ , બોગસ ડોક્ટરો પર ત્રાટકતી સુરત પોલીસ ,
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ સુરતને ક્રાઈમ મુક્ત કરવા આગેકૂચ: પાંડેસરા પોલીસ મથકના પીઆઈ એચ.એમ.ગઢવી, આઇ.એમ.હુદડની રાહબરીમાં ટીમની કાર્યવાહી

પાંડેસરા વિસ્તારમાં શ્રમિક વસાહતમાં કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર દવાખાનાના હાટડા ખોલી લોકોની ઝીંદગી સાથે રમત રમતાં હતાં: અગાઉ ક્લિનિકમાં પટ્ટાવાળા તરીકે કરેલ નોકરીના અનુભવે પ્રેક્ટિસ ચાલું કરી દિધી ’તી: રૂ.59350 ના મેડિકલ સાધનો અને દવા જપ્ત ,
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ સુરતને ક્રાઈમ મુક્ત કરવા આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે થોડાં દિવસથી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રહેતાં હિસ્ટ્રીશીટરોના ઘરમાં દરોડા પાડી હથિયારો સાથે અનેક આરોપીને પકડ્યા છે અને કોંબિંગ હજું યથાવત રાખવામાં આવ્યું છે.
ત્યારે પાંડેસરા પોલીસ મથકના પીઆઈ એચ.એમ.ગઢવી, આઇ.એમ.હુદડની રાહબરીમાં ટીમે અલગ અલગ વિસ્તારમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં 15 બોગસ તબીબને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત દ્વારા શહેર વિસ્તારમાં કોઇપણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે દવાખાનાઓ ખોલી લોકોના જીંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી આવી દરોડા પાડવાની આપેલ સૂચનાથી સેક્ટર-2 ના જેસીપી, ડીસીપી ઝોન-4 અને એચ ડિવિઝનના એસીપીના માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસ મથકના પીઆઈ એચ.એમ.ગઢવી, આઇ.એમ.હુદડની રાહબરીમાં પીએસઆઇ કે.જે.વસાવા અને ટીમે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતાં 15 અલગ અલગ સ્થળોએ બોગસ તબીબો દ્વારા ક્લીનીકો ખોલી આવી પ્રવૃતી કરવામાં આવી રહેલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલી ખાત્રી કરી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખી દરોડા પાડી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાના ચલાવતાં 15 બોગસ તબીબને પકડી ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન સુરત પોલીસે બોગસ તબીબો પાસેથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત કુલ રૂ.59350 નો મુદામાલ કબ્જે કરી સઘન પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ પહેલા અલગ અલગ દવાખાનામાં પટાવાળાની નોકરી કરતાં હોય અને ત્યારબાદ પોતાને દવામાં ખબર પડવા લાગતાં દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું શરૂ કરી દિધેલ હતું.
રાજારામ કેશવપ્રસાદ દુબે (ઉ.વ. 34),(રહે.પ્લોટ નં. 118/એ તૃપ્તીનગર બમરોલી રોડ પાંડેસરા સુરત મૂળ ઉત્તરપ્રદેશ), યોગેશ મદનભાઇ પાટીલ (ઉ.વ.48),(રહે.પ્લોટ નં.183,184, ઓમનગર ખરવાસા રોડ ડીંડોલી, મૂળ મહારાષ્ટ્ર), રાજેશ બંશીલાલ પટેલ (ઉ.વ. 48),(રહે. પ્લોટ નં.177, સાંઇવિલા એપાર્ટમેન્ટ દેલાડવા ગામ પાસે ડીંડોલી,મૂળ મહારાષ્ટ્ર), બ્રજભુષણસીંગ તારકેશ્વરસીંગ રવાની (ઉ.વ. 55),(રહે. પ્લોટ નં. 04 ગોવાલક રોડ આશાપુરી પાંડેસરા, મૂળ બિહાર), રાજકુમાર સોહનલાલ ગુપ્તા (ઉ.વ.45), (રહે. પ્લોટ નં. 219/બી, આવિભાર્વ સો.સા., વિભાગ-ર, પાંડેસરા, મુળ ઉત્તરપ્રદેશ), પ્રદિપ મોતીલા પાંડે (ઉ.વ.51),(રહે. પ્લોટ નં.88-સત્યનારાયણ નેમનગરસામે, પત્રકાર ચાર રસ્તા, પાંડેસરા), બાબુલાલ યાદવ (ઉ.વ.પર),( રહે.પ્લોટ-110 શકિતનગર, પાંડેસરા) મુકેશ કમલાકાત્ન હાજરા (ઉ.વ.50),(રહે. પ્લોટ નં.636 કર્મયોગી સોસા.ર, બમરોલી રોડ, પાંડેસરા), રણજીતકુમાર પારસભાઇ વર્મા (ઉ.વ.49),(રહે. બિલ્ડીંગ નં.432, બ્લોક નં. 224, એલ.આઈ.જી., સંતોષનગર, હાઉસીંગ), અખીલ રોય (ઉ.વ.40),રહે. પ્લોટ નં.63, ગીતાનગર-1, પાંડેસરા, બંગાળ), ચન્દ્રભાન કેદારનાથ પટેલ (ઉ.વ.42),(રહે. પ્લોટ નં.65, ગીતાનગર, બમરોલીરોડ, પાંડેસરા, મુળ ઉત્તરપ્રદેશ), ઓમકારનાથ રામપ્રસાદ કર્ણધાર (ઉ.વ.55), (રહે.પ્લોટ નં.499, સુખીનગર, પાંડેસરા, રાજનારાયણ શ્રીબંસી યાદવ (ઉ.વ.60),(રહે. પ્લોટ નં.348, આશીષનગર, પાંડેસરા), મનોજ સુખભેન્દ્ર મિશ્રા (ઉ.વ.39), (રહે. પ્લોટ નં.567.568, ગણપતનગયર-01, મહાદેવનગર, પાંડેસરા) અને પ્રમોદ અમરેજ મૌર્ય (ઉ.વ.37), (રહે.પ્લોટનં- 42ગીતાનગર -03કૈલાશ ચોકડી બમરોલી રોડ પાંડેસરા) ને પોલીસે પકડી પાડ્યાં હતા