ભારત

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાની મહત્વપૂર્ણ જાહેરાત , PF પેન્શનધારકો કોઇપણ બેન્કની કોઇપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે

1 જાન્યુઆરી, 2025થી કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ) હેઠળ પેન્શનધારક દેશમાં કોઇપણ બેન્કની કોઇપણ શાખામાંથી તેનું પેન્શન મેળવી શકશે આ માટે તેને પોતે જયાં નિવૃત થયા હોય તે શહેર કે વિસ્તારને આવરી લેતી પેન્શન કચેરી સુધી ધકકા ખાવાની જરૂર પડશે નહીં.

1 જાન્યુઆરી, 2025થી કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ) હેઠળ પેન્શનધારક દેશમાં કોઇપણ બેન્કની કોઇપણ શાખામાંથી તેનું પેન્શન મેળવી શકશે આ માટે તેને પોતે જયાં નિવૃત થયા હોય તે શહેર કે વિસ્તારને આવરી લેતી પેન્શન કચેરી સુધી ધકકા ખાવાની જરૂર પડશે નહીં.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમને મંજૂરી આપી છે જે સુવિધા 1 જાન્યુઆરી, 2025થી શરૂ થઇ જશે અને 78 લાખથી વધુ પેન્શનધારકોને તેનાથી સરળતા રહેશે. માંડવીયા કે જેઓ એમ્પ્લોઇ પેન્શન ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના અધ્યક્ષ પણ છે તેને રાષ્ટ્રીય સ્તર પર કેન્દ્રીય સિસ્ટમ મારફત પેન્શન વિતરણ વ્યવસ્થાને શકય બનાવી છે.

તેઓએ જણાવ્યું કે આઇટી આધુનિકરણ યોજના હેઠળ આ વ્યવસ્થા અમલી બની છે. કોઇપણ વ્યકિત નિવૃતિ બાદ પોતાના વતનમાં કે અન્યત્ર વસી જાય તો તેના માટે એક મોટી રાહત હશે અને પેન્શન શરૂ થયા બાદ વેરીફીકેશન માટે પણ બેન્કની બ્રાંચે જવાની જરૂર રહેશે નહીં નવા તબકકામાં આધારીત પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

સૌથી મહત્વનું એ છે કે, જે પોતે નોકરીમાંથી નિવૃત થયા બાદ પોતાના વતનમાં વસી જાય છે તેને જયાં જયાં સ્થળાંતરિત થાય છે ત્યાં ત્યાં અલગ અલગ બેંકોની શાખામાં પોતાની મૌજુદગી દર્શાવવા જવું પડે છે. પરંતુ હવે તે વ્યવસ્થા બદલી નાખવામાં આવી છે.

નવી વ્યવસ્થાથી ઇપીએફઓની સમગ્ર સિસ્ટમ અતિ આધુનિક ટેકનોલોજી આધારીત બની જશે. હાલમાં દરેક ક્ષેત્રિય કાર્યાલય હેઠળ ત્રણ કે ચાર બેન્ક શાખામાં પેન્શન મેળવવાની વ્યવસ્થા અમલી છે.

પરંતુ હવે તે વ્યવસ્થા તમામ બેન્કોને માટે ઉપલબ્ધ બનશે અને કર્મચારી અન્યત્ર વસી ગયા પણ ફરી એક વખત બીજા સ્થળે વસે તો પણ તેના નવા સ્થળે પેન્શન સહિતની વ્યવસ્થાઓ અંગે નજીકની જ બ્રાંચમાં જઇ શકશે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button