રિવર્સ ટ્રેન્ડ: ઓડીસાથી મોકલાયેલું 200 કિલો ડ્રગ્સ અમદાવાદમાંથી ઝડપાયું ,
ટ્રકમાં ગાંજાનો પાવડર અને ડ્રગ્સનો જથ્થો લવાયો હતો: વટવા GIDC માં સપ્લાય કરે તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચે બાતમી પરથી ત્રણ શખ્સોને કરોડોના ડ્રગ સાથે ઝડપી લીધા

ગુજરાતમાં એક તરફ દરીયા કીનારાના વિસ્તારોમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ રહ્યો છે ત્યારે તે સમયે છેક ઓરીસ્સાથી પણ ડ્રગ ગુજરાતમાં ઘુસાડાઈ રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે અને બીંદાસ્ત રીતે 200 કિલો ડ્રગ્સ ઓરીસ્સાથી ટ્રકમાં લાવીને અમદાવાદના જીઆઈડીસીમાં પહોંચાડાઈ તે પુર્વે જ પોલીસે તે ઝડપી લીધુ છે અને આ ડ્રગ્સની જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે.
આ ડ્રગ્સ અમદાવાદના વટવા જીઆઈડીસીમાં ડીલીવર કરવાનું હતું અને જેને ડ્રગ્સ પહોંચાડવાનું હતું તેને પણ ઝડપી લેવા અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાંચે જાળ બીછાવી છે. અને ડ્રગ્સ ડીલીવરી કરવા આવેલા ત્રણ લોકોની ધરપકડ કરી છે.
અન્ય રાજયોમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની તાજેતરની આ પ્રથમ ઘટના છે અને ડ્રગને આગળ કયાં મોકલવાનું હતું અથવા ગુજરાતમાં કોને સપ્લાય કરવાનું હતું તે અંગે પણ તપાસ ચાલુ કરવામાં આવી છે.
હાલમાં જ વડોદરામાં એમ.એસ. યુનિ.ના સંચાલકોએ કેમ્પસમાં ડ્રગનું દુષણ વધી ગઈ હોવાની ફરીયાદ કરી હતી. આમ ગુજરાતમાં જ ડ્રગ ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જયારે ઓડીસામાં આ ડ્રગ કયાંથી પહોંચ્યું તે અંગે પણ તપાસ શરૂ થઈ છે.
ડ્રગ્સમાં ગાંજો પણ સામેલ છે. અને ઓડીસાના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આમ ગુજરાતમાં ભારે પ્રયાસો છતા પણ ડ્રગ્સનું માર્કેટ જબરૂ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. ટ્રકમાં ગાંજોનો સુકો પાવડર અને ડ્રગ્સ હતા.
માનવામાં આવે છે કે તેમાંથી કોઈ નવું ડ્રગ કરવાની હતી. અગાઉ અમદાવાદ એરપોર્ટ પરથી ફીલીપીન્સની એક મહિલાને 2.121 કિલો ડ્રગ સાથે ઝડપી લીધી હતી.