બ્રેકીંગ ન્યુઝ
ચંદા કોચની મુશ્કેલી ફરી વધી , સુપ્રિમની નોટીસ ફરી જેલમાં જવું પડશે ,
અગાઉ મુંબઈ હાઈકોર્ટે કોચર દંપતિની ધરપકડને ગેરકાનૂની ગણાવી હતી: તપાસ એજન્સી સુપ્રિમમાં
એક તરફ સેબીના વડા માધવી પુરી બુચ વિવાદમાં ફસાયા છે. તે સમયે જ તેમની સાથે જ જેમનું કનેકશન પણ ખુલ્યું છે તે આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરને સીબીઆઈની અરજી પરથી સુપ્રિમ કોર્ટે નોટીસ ફટકારી છે.
મુંબઈ હાઈકોર્ટે અગાઉ કોચર અને તેના પતિની ધરપકડને ગેરકાનૂની ગણાવી હતી અને મુકત કરવા આદેશ આપ્યો હતો પરંતુ સીબીઆઈએ તેની સામે સુપ્રિમમાં અરજી કરી છે અને બન્નેને તપાસ માટે રીમાન્ડ સહિતની જરૂર હોવાનું જણાવીને ધરપકડને ગેરકાનૂની ગણવાના ચુકાદાને રદ કરવાની માંગણી કરી છે.
2022 ડીસેમ્બરમાં આ યુગલની ધરપક્ડ કરી હતી. આઈ સીઆઈસીઆઈ બેંકના સીઈઓ તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે તેઓએ વિડીયોકોન ગ્રુપ્ને લોન આપવામાં જે રીતે તેના પતિની કંપ્નીને ફાયદો થાય તે ગોઠવણ કરી હતી તે સંદર્ભમાં બન્નેની ધરપકડ થઈ હતી.
Poll not found



