ગુજરાત
ગુજરાતમાં આગામી 7 દિવસ ધમધોકાર વરસાદ વરસી શકે છે , 3 વરસાદી આફતનો ખતરો ,
રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર સણસણતી આગાહી સામે આવી છે. જે મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ ધમધોકાર વરસાદ વરસી શકે છે. મહીસાગર, દાહોદમાં 3 દિવસ અતિભારે વરસાદની સંભાવના છે તો અમદાવાદમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આવતીકાલે તારીખ 7 સપ્ટેમ્બરની વાત કરીએ તો સાબરકાંઠા,ગાંધીનગર,ખેડામાં યેલો એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા,અરવલ્લી,પંચમહાલ,વડોદરામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો આ તરફ છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આગાહી કરાઈ છે ત્યારે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આપને જણાવીએ કે, રાજ્યમાં સામાન્ય કરતા 52 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
Poll not found