ગુજરાત સહીત દેશભરમાં વરસાદી માહોલ યથાવત , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 7મી સપ્ટેમ્બરે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના, 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અને 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન કોંકણ-ગોવામાં ભારે વરસાદની સંભાવના

ગુજરાત સહીત દેશભરમાં વરસાદી માહોલ યથાવત છે. આ દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 7મી સપ્ટેમ્બરે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અને 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન કોંકણ-ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર આંધ્રપ્રદેશમાં 8 થી 9 સપ્ટેમ્બર અને તેલંગાણામાં 9 થી 10 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ બંને રાજ્યોમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, પૂર્વોત્તરના રાજ્યો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 9 થી 12 સપ્ટેમ્બર દરમિયાન અને ઓડિશામાં 8 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. 7 સપ્ટેમ્બર 2024ના રોજ પૂર્વી રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાનમાં ઘણી જગ્યાએ વરસાદ થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ સુધી પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેર વિભાગના કેટલાક સ્થળોએ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.
મહત્વનું છે કે, ગુરુવારે દિલ્હીમાં વરસાદ પડ્યો ન હતો, પરંતુ વાદળો વચ્ચે સૂર્યની સંતાકૂકડીની રમત ચાલુ રહી હતી. જોકે હવામાન વિભાગે દિલ્હી NCR સહિત ઉત્તર પ્રદેશમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં 7 સપ્ટેમ્બરે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના હવામાનની વાત કરીએ તો સોનભદ્ર, સંત કબીર નગર, પ્રતાપગઢ, ઉન્નાવ, ફતેહપુર, હમીરપુર, વારાણસી અને રાયબરેલી જિલ્લામાં વરસાદની સંભાવના છે.