ગુજરાત

સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે તંત્રને ઝાટક્યું , તંત્રની કામ કરવાની દાનત પર સવાલ ,

સાબરમતી નદીનાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે તંત્રની દાનત પર સવાલ કર્યો છે. તેમજ સાબરમતી નદીમાં પ્રદૂષણ વધતા હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે. તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આરોપ કર્યો છે. તંત્રને કામ કરવાની ઈચ્છા શક્તિ જ ન હોવાનો હાઈકોર્ટનો દાવો છે.

નદી શુદ્ધ કરવાનાં લોન્ગ ટર્મ પ્લાનને વધુ લંબાવતા હોવાનું કહી ખખડાવ્યા છે. સાબરમતીની કથળતી સ્થિતિ પર ગંભીર બની કામ કરવા હાઈકોર્ટનો આદેશ છે. તેમજ સાબરમતી નદી પ્રદૂષણ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદુષણ અંગે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોટે AMC અને સરકારની ઝાટકણી કાઢ્યા બાદ તંત્ર જાગ્યું છે. હવે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને AMC દ્વારા ગંદુ પાણી છોડતી કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. નદીમાં પ્રદૂષણ મામલે અગાઉ હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. GPCBને પ્રદૂષણ ઉકેલવાનો આદેશ પણ આપ્યો હતો. AMC,કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સહિતના સાથે બેઠક કરવા પણ હાઈકોર્ટ દ્વારા અગાઉ આદેશ આપાયા હતા. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે દર વખતે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢે છે છતા પણ તંત્રનું પાણી ટસનું મસ થતું ન હોય તેવું લાગે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button