ગૃહમંત્રી અમિત શાહેનું મોટું નિવેદન , જ્યાં સુધી શાંતિ નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં,
અમિત શાહે કહ્યું કે, અમે લોકોને તેમના (નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ)ના વિભાજનકારી એજન્ડાથી વાકેફ કરવા માટે ઘરે-ઘરે જઈએ છીએ. મેં પ્રેસ કોન્ફરન્સ કરીને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના વિભાજનકારી એજન્ડાનો પર્દાફાશ કર્યો

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ આજે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જમ્મુના પલૌરામાં એક રેલીને સંબોધિત કરતાં દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ એક યોગાનુયોગ છે કે ગણેશ ચતુર્થીના દિવસે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ ચૂંટણી સંમેલન શરૂ થઈ રહ્યું છે અને આપણે બધા માનીએ છીએ કે વિઘ્નહર્તા યાત્રાઓમાં આવતા તમામ વિઘ્નોને દૂર કરે છે. હું દેશવાસીઓને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજથી જૈન ભાઈઓના પર્યુષણ પર્વનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. હું તમામ જૈન ભાઈઓ અને તમામ દેશવાસીઓને પર્યુષણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આગામી ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે. દેશને આઝાદી મળ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના મતદાતાઓ બે ઝંડા નહીં પણ એક ત્રિરંગા નીચે મતદાન કરશે. પ્રથમ વખત બે બંધારણ હેઠળ નહીં પણ ભારતના બંધારણ (જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખવામાં આવ્યું હતું) હેઠળ મતદાન થવા જઈ રહ્યું છે. શાહે કહ્યું કે, અમે લોકોને તેમના (નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ)ના વિભાજનકારી એજન્ડાથી વાકેફ કરવા માટે ઘરે-ઘરે જઈએ છીએ. મેં પ્રેસ કોન્ફરન્સ કરીને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના વિભાજનકારી એજન્ડાનો પર્દાફાશ કર્યો હતો. પરંતુ આજે હું તમારા બધાની સામે આવ્યો છું, કારણ કે મને મીડિયા કરતાં તમારા પર વધુ વિશ્વાસ છે કારણ કે, હું પણ તમારા જૂથનો છું, હું બૂથ પ્રમુખ પણ રહ્યો છું.
અમિત શાહે કહ્યું કે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરની માતાઓ અને બહેનોને 70 વર્ષ પછી અધિકાર મળ્યો છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી આ અધિકારો છીનવી લેવા માંગે છે. શું તમે આ અધિકાર છીનવી લેવા દેશો ? નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી પથ્થરબાજી અને આતંકવાદમાં સામેલ લોકોને જેલમાંથી મુક્ત કરવા માંગે છે જેથી કરીને જમ્મુ, પૂંછ, રાજૌરી જેવા વિસ્તારોમાં જ્યાં શાંતિ છે ત્યાં આતંકવાદ પાછો ન આવે. શું તમે આતંકવાદને આ વિસ્તારોમાં પાછા આવવા દેશો?
અમિત શાહે કહ્યું, ‘હું રાહુલ ગાંધીને એક વાત કહેવા માંગુ છું કે તમે ગમે તેટલી કોશિશ કરો, અમે ગુર્જરો, બકરવાલ, પહાડીઓ અને દલિતોના આરક્ષણને અસર નહીં થવા દઈએ. જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય.