રાજકોટના ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ પાસે રામનગર શેરી નં.1માં કોલેરાનો કેસ નોધાતા બે કિ.મી.ના આ વિસ્તારને જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધો
ગોંડલ રોડ વિસ્તારમાં શેરડીનો રસ, કુલ્ફી, ઠંડાપીણા, દૂધ-છાશની બનાવટો, લારી-ગલ્લા ફળોના ટૂકડા અને બરફની ખાદ્યચીજોનાં વેંચાણ પર પ્રતિબંધ: બાંધકામ સાઈટ પર શ્રમિક યુવાન ઝપટે ચડી ચડી જતા તા.2 નવેમ્બર સુધી કલેકટર દ્વારા પ્રતિબંધાત્મક હુકમ: જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
રાજકોટના ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ પાસે રામનગર શેરી નં.1માં કોલેરાનો કેસ નોધાતા બે કિ.મી.ના આ વિસ્તારને જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધો છે.
રામનગર શેરીનં.1માં બાંધકામ સાઈટ પર શ્રમિક યુવાન કોલેરાની ઝપટે ચડી જતા શહેરમાં કોલેરાનો આ છઠ્ઠો કેસ નોંધાયો છે. કોલેરાના કેસની સંખ્યાનો આંકડો વધતા નગરજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જેના પગલે કલેકટર પ્રભવ જોશીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી તા.7-9 થી તા.2-11 સુધીના સમયગાળા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમો ફરમાવેલ છે.
તેની સાથોસાથ આ વિસ્તારમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મ્યુ કોર્પોના આરોગ્ય અધિકારીની નિમણુંક કરી દીધી છે. લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને કોલેરાના રોગચાળાની અટકાયતી માટે પી.ડી.માલવીયા કોલેજ પાસેના રામનગર શેરી નં.1અને તેની આસપાસના બે કી.મી.ના વિસ્તારમાં ખાણી-પીણીની દુકાનો લારી-ગલ્લા સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટૂકડા કરી તેનું વેચાણ કરવુ તેમજ બરફ અને તેમાંથી બનતી ખાદ્ય ચીજોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે.
આ ઉપરાંત ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડાપીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં પાણી મેળવવા માટે નળ કનેકશનના સ્થળે ખાડાખોદી પાણી મેળવવામાં પાણી દુષિત થવાની શકયતા રહેલી હોય પાણી નદી મેળવવા મકાનોના ઓવરહેડ અને અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવા, પીવાનું પાણી કલોરીનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવા ખાદ્ય પદાર્થના ધંધાર્થી તેમજ વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર અને અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા, તેમજ શાકભાજી ફળ ફલાદીના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્તુઓના ટૂકડા કરી વેચાણ નદી કરવા માટે કલેકટરના જાહેરનામાં તાકીદ કરવામાં આવી છે.
કોલેરાના કેસ કયાં કયાં મળ્યા
♦ લોહાનગર-2, વાવડી-1
♦ લક્ષ્મીવાડી-1,કોટક શેરી-1
♦ રામનગર-1



