ગુજરાત

સુરતનાં સૈયદપુરા પંપીંગ વિસ્તારમાં કાંકરીચાળા મામલે આખી રાતનાં તનાવ બાદ વહેલી સવારે શાંતિનો માહોલ જોવા મળ્યો

રાત્રે તોફાની તત્વોએ ત્રણ વાહનો સળગાવ્યા હતા. તેમજ અસંખ્ય રિક્ષાઓનાં કાચ ફોડી નાંખ્યા હતા. આખી રાતનાં પોલીસ બંદોબસ્ત સાથે 27 જેટલા તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી.

સમગ્ર મામલો સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 27 શખ્સોની અટકાયત કરી છે. તેમજ આવતીકાલે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે અને વિશ્વાસ ન કરે. કોઈપણ લોકો પાસે ઘટનાના વીડિયો હોય તો પોલીસને આપે. જે પણ લોકો સંડોવાયેલા છે તેઓનાં પુરાવાર એકત્ર કરાઈ રહ્યા છે. એવી કાર્યકાવી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય. આ પ્રકારની ઘટનામાં કોઈને છોડવામાં નહી આવે. અને બીજીવાર આવું કોઈ કરે નહી તે પ્રકારની કાર્યવાહી કરાશે. તેમજ છ જેટલા કાયદાનાં સંઘર્ષમાં આવેલા કિશોર છે. જેમની અટકાયત કરાઈ નથી. પરંતું તેમની સામે જુએનાઈલ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. પોલીસ મજબૂત પુરાવા સાથે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. તેમજ કતારગામ દરવાજા પાસે ત્રણ વાહનો સળગાવાયા છે.

સુરતમાં મોડી રાત્રે પથ્થર મારાની ઘટના બની હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જે મંડપ પર પથ્થરમારો થયો હતો. ત્યાં આરતી કરાઈ હતી. ગૃહરાજ્યમંત્રી અને પોલીસ કમિશ્નરે રાત્રે 2 વાગ્યે આરતી કરાઈ હતી. તેમજ સૈયદપુરામાં પથ્થરમારાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, સવાર થતા જ પથ્થર મારાનાં તમામ આરોપીઓ જેલમાં હશે. પથ્થરમારાની આ ઘટનામાં કોઈને છોડાશે નહી. તેમજ તમામ પથ્થર મારો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. તેમજ સુરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડક કાર્યવાહી કરાશે. લોકોને ખાસ વિનંતી છે કે કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવં. તેમજ પથ્થર મારામાં કઈ રીતે સગીરોનો ઉપયોગ કરાયો તે પણ ધ્યાને લેવાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button