આરોગ્ય સહિતના વિમાના પ્રિમીયમ પરના 18% જીએસટી અંગે પુન: વિચારણાની શકયતા : સીનીયર સીટીઝન અને ખાસ કેટેગરીને રાહત મળી શકે
નાણામંત્રી નિર્મલા સિતારામને લોકસભામાં કહ્યું હતું કમીટી નિર્ણય લઇ શકે છે હાલ સ્વાસ્થ્ય વિમા પર 18 ટકાનો જીએસટી છે તેમાં હવે કેટલી છુટછાટ અપાઇ છે તેના પર નજર છે. ખાસ કરીને સીનીયર સીટીઝન અને ચોકકસ વર્ગના લોકો કે જયાં શારીરિક વિકલાંગતા ધરાવતા હોય તેમને આ પ્રકારના જીએસટીમાંથી મુકિત મળી શકે છે.
લોકસભા ચૂંટણી બાદ રજૂ થયેલા બજેટમાં જીએસટી અંગેની માંગણીઓમાં ખાસ કરીને વિમા પ્રિમીયમ પરના જીએસટી ઘટાડવાની વ્યાપક બનેલી માંગણીઓ સહિતના મુદ્દે વિચારણા કરવા આજે દિલ્હીમાં જીએસટી કાઉન્સીલની મળી રહેલી બેઠક પર સૌની નજર છે. ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સિતારામને વિમા પ્રિમીયમ પરના જીએસટી મુદ્દે રાજયો તરફેણ કરે છે તેવું જણાવીને જીએસટી કાઉન્સીલ પર જવાબદારી નાખી દીધી હતી. જયારે આજે જીએસટી કાઉન્સીલની બેઠકમાં કોઇ આખરી નિર્ણય લેવાય તેવી શકયતા નહીંવત છે.
પરંતુ માનવામાં આવે છે કે, વિમા પ્રિમીયમ પરના દરો તર્કસંગત બનાવાશે જયારે ઓનલાઇન ગેમીંગ પરની સ્થિતિ પરનો રિપોર્ટ પણ જીએસટી કાઉન્સીમાં રજૂ થશે.
આ કમીટીમાં કેન્દ્ર અને રાજયના અધિકારીઓ સામેલ હોય છે અને તે કોઇ પણ ઉત્પાદન કે સેવા પરના જીએસટી દરો અંગે વારંવાર સમીક્ષા કરીને તેનો રિપોર્ટ કાઉન્સીલને સુપ્રત કરે છે. નાણામંત્રી નિર્મલા સિતારામને લોકસભામાં કહ્યું હતું કમીટી નિર્ણય લઇ શકે છે હાલ સ્વાસ્થ્ય વિમા પર 18 ટકાનો જીએસટી છે તેમાં હવે કેટલી છુટછાટ અપાઇ છે તેના પર નજર છે. ખાસ કરીને સીનીયર સીટીઝન અને ચોકકસ વર્ગના લોકો કે જયાં શારીરિક વિકલાંગતા ધરાવતા હોય તેમને આ પ્રકારના જીએસટીમાંથી મુકિત મળી શકે છે.
આ ઉપરાંત જીવન વિમા પરના જીએસટી દર અંગે પણ વિચારણા કરવા કમીટી પર દબાણ છે. ભારતમાં જે રીતે સોશ્યલ સિકયોરીટીનો મુદ્દો છે તેથી વિમા પ્રિમીયમો સસ્તા બનાવીને વ્યાપક રીતે તેનો લાભ મળે તે જોવા સરકાર આતુર છે. તો બીજી તરફ હવે ડેબીટ અને ક્રેડીટ કાર્ડનું પેમેન્ટ પણ મોંઘુ થશે. તે અંગે ચર્ચા છે.
સરકાર રૂા. બે હજાર સુધીના પેમેન્ટ પર 18 ટકા સુધી જીએસટી લાદી શકે છે. ખાસ કરીને પેમેન્ટ એગ્રીગેટર એટલે કે જે આ પ્રમાણે પેમેન્ટમાં મીડીએટરની ભૂમિકા ભજવે છે તેવી કંપનીઓ માટે હવે ડેબીટ અને ક્રેડીટ કાર્ડમાં રૂા. બે હજાર કે ઓછાના પેમેન્ટ પર જીએસટી આવી શકે છે. ખાસ કરીને રૂા. બે હજારથી ઓછા ડીજીટલ ટ્રાન્જેકશનને પ્રોસેસ કરવા માટે વેપારીઓ પાસેથી લેવામાં આવતી ફી પર આ જીએસટી લાગશે. દેશમાં ડીજીટલ પેમેન્ટમાં 80 ટકાથી વધુ રૂા. બે હજાર કે તેની અંદરના પેમેન્ટ થાય છે જોકે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીજીટલ પેમેન્ટને વેગ આપી રહ્યા છે અને સામાન્ય વ્યાપારી પણ હવે ડીજીટલ પેમેન્ટ સ્વીકારે છે આ ટેકસ બદલ સરકાર સમક્ષ વિરોધ થઇ શકે છે.



