અમદાવાદ- ભૂજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે , ત્યારે અમદાવાદથી કચ્છના ભુજ વચ્ચે દોડતી પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થયો છે ,
ટુંક સમયમાં જ રૂટ શરૂ; માત્ર પાંચ કલાકમાં અમદાવાદથી ભુજ પહોંચશે; 12 એસી કોચ જોડાશે: સમયપત્રક જાહેર

ભારતીય રેલ્વે ‘વંદે ભારત એકસપ્રેસ’ ટ્રેન બાદ હવે ઓછા અંતરે આવેલા બે શહેરો વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં અમદાવાદથી કચ્છના ભુજ વચ્ચે દોડતી પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. જેથી ટુંક સમયમાં આ રૂટ પર ‘વંદે મેટ્રો’ શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.
12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી નીકલ્યા બાદ 110 કિ.મી. પ્રતિકલાકની ઝડપે દોડીને 5 કલાક બાદ 12-59 મિનિટે ભુજ પહોંચી હતી. જયાંથી બપોરે 13-40 કલાકે ફરીથી અમદાવાદ જવા રવાના થઈ હતી. જયા રેલવે વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફના સભ્યોએ ચકાસણી કરી હતી. જે બાદ ટ્રેન બપોરે 13-40 મિનિટે પરત અમદાવાદ જવા માટે રવાના થઈ હતી.
ગુજરાતમાં વંદે મેટ્રો માટે ગાંધીનગરથી સુરતના રૂટની પણ દરખાસ્ત રેલવે વિભાગને મળી છે. જો કે હવે ટ્રાયલ સફળ થતા ઓકટોબર સુધીમાં ગુજરાતમાં પ્રથમ વંદે મેટ્રો દોડવાની શકયતા જોવા મળી રહી છે. જો કે રેલ્વે વિભાગ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 12 એસી કોચ ધરાવતી વંદે મેટ્રોલ ટ્રેનના દરેક કોચ સીસીટીવીથી સજજ હશે. જેમાં મુસાફરોને આરામદાયક સફરની સુવિધા માટે સોફા ચેર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ દરેક કોચમાં વોશ બેસિન, ટોઈલેટ, ઓટોમેટિક ગેઈટ, એલઈડી ડિસ્પ્લે, મોબાઈલ ચાર્જીંગ શોકેટ સહિતની સુવિધા મળશે.