કચ્છનાં લખપત તાલુકામાં ફાટી નીકળેલ રોગચાળાથી 14 લોકોનાં મોત નિપજ્યા છે , ત્યારે કોંગ્રેશ પ્રદેશ પ્રમુખે રોગચાળાને કાબુમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને વિનંતી કરી છે
કોંગ્રેસ નેતા શક્તિસિંહનો 'ગંભીર' દાવો, સરકારનો હોબાળોવાળો જવાબ ,
કચ્છમાં રોગચાળાથી 14 લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે શક્તિસિંહે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. શક્તિસિંહે જણાવ્યું હતું કે, તંત્રનું અનેકવાર ધ્યાન દોર્યું હોવાનો દાવો કર્યો હતો. તેમજ નિષ્ણાંતોની ટીમને સરવે માટે મોકલવાની માંગ કરી હતી.
કચ્છ જીલ્લાનાં લખતપ તાલુકામાં રોગચાળો ફાટી નીકળ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. રોગચાળામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ બાબતે સરકાર અને તંત્રનું ધ્યાન દોરવા છતાં ગંભીર પગલાં ન લીધા. ત્યારે લોકોને વારંવાર પીવાનું શુદ્ધ પાણી મળે તેની સુવિધા નથી. તેમજ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ લખપતમાં મોકલવી જોઈએ. તેમજ લોકોનાં લેબોરેટરી ટેસ્ત થવા જોઈએ. અને જાનમાલનાં રક્ષમની જવાબદારી સરકારની છે. આવા સંજોગામાં બેદરકારી ન ચાલે. તેમજ સરકારને વિનંતી છે કે તાત્કાલીક અસરથી કામગીરી કરવામાં આવે. તેમજ સિનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારોમાં મોકલે છે. તેમજ હાલની પરિસ્થિતિને કાબુમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે છે.
કચ્છનાં લખપતમાં રોગચાળા મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, શક્તિસિંહ ગોહિલનાં નિવેદન પર સરકારનો પલટવાર કર્યો છે. આ સમગ્ર મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શક્તિસિંહ ગોહિલનું નિવેદન તથ્ય વિહોણું છે. આરોગ્ય વિભાગ આ મુદ્દે ત્યાં કાર્યરત છે. તેમજ હાલ સર્વેની કામગીરી ચાલુ છે. તેમજ રાજકોટથી પણ નિષ્ણાંતોની ટીમ ત્યાં ગઈ છે. તેમજ ઝેરી મેલેરિયા, ડેગ્યુંનાં કારણે મોત થયાની હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે. તમામ મુદ્દે હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકારે તુરંત જ કાર્યવાહી કરી છે. તબીબોની સંખ્યા ઓછી છે. બોડેન્ડ તબીબ ઉપલબ્ધ છે. તેમજ GPSC પાસેથી તબીબો ઉપલબ્ધ થશે. કોંગ્રસ માત્ર હોબાળા કરવાનું કામ કરે છે.



