કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીનો મહત્વનો નિર્દેશ , ઇલેક્ટ્રીક વાહનોનો ઉત્પાદન ખર્ચ ઘટી જ રહ્યો છે ,
ઇલેકટ્રીક વાહનોમાં સબસીડીની જરૂર ન હોવાનું જણાતું હતું છતાં નાણાં મંત્રાલય દ્વારા સબસીડી ચાલુ રાખવામાં આવે તો કોઇ વાંધો નથી. ભારતમાં ઇલેકટ્રીકવાહનોનો માર્કેટશેર સતત વધી રહ્યો છે. ગ

પેટ્રોલ-ડીઝલ જેવા ઇંધણનો વપરાશ ઘટાડવાની સાથોસાથ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે ઇલેક્ટ્રીક વાહનોને સારવાર પ્રોત્સાહન આપી જ રહી છે. આવતા બે વર્ષમાં ઇલેક્ટ્રીક તથા તથા પેટ્રોલ-ડીઝલ વાહનોની કિંમત લગભગ એક સરખી જ થઇ જવાનો મહત્વનો નિર્દેશ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ આપ્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે, વધુને વધુ લોકો ઇલેકટ્રીક વાહન પસંદ કરવા લાગ્યા છે. ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. ઇલેકટ્રીક વાહનોમાં સબસીડીની જરૂર ન હોવાનું જણાતું હતું છતાં નાણાં મંત્રાલય દ્વારા સબસીડી ચાલુ રાખવામાં આવે તો કોઇ વાંધો નથી. ભારતમાં ઇલેકટ્રીકવાહનોનો માર્કેટશેર સતત વધી રહ્યો છે. ગત વર્ષે 6.3 ટકા હતો તે આગલા વર્ષની સરખામણીએ 50 ટકા વધુ હતો. ઓલા ઇલેકટ્રીકના ચેરમેન કમ મેનેજીંગ ડાયરેક્ટર ભાવિશ અગ્રવાલે સમાન વલણ દર્શાવતા કહ્યું કે ઇલેટ્રીક વાહનો પણ તૂર્તમાં આઇસીઇ વાહનોની કિંમત જ અથવા તેનાથી પણ સસ્તા થઇ જશે.
આઇસીઇ વાહનોને જુદા-જુદા ભાવવધારાનો માર પડતો હોય છે. ઇંધણ ખર્ચ પણ વધતો હોય છે. ઇલેકટ્રીક વાહનોની વાત જુદી છે. બેટરીની કિંમત ઘટતાની સાથે જ અને નવા-નવા સંશોધન આવિષ્કાર સાથે ઇલેકટ્રીક વાહનનો ખર્ચ નીચો આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલાર રૂફટ્રોપ પ્રોજેક્ટ અંતર્ગત મફત વિજળીની યોજના અમલમાં મુકી છે. ભવિષ્યમાં લોકો ઘરમાંથી જ ઉત્પન્ન થતી વિજળીના આધારે ઇલેકટ્રીક વાહન ચાર્જ કરી શકશે અને રનીંગ ખર્ચ શૂન્ય રહેશે. આ જ ભવિષ્ય છે. ઇલેકટ્રીક વાહનની કુલ કિંમતમાં બેટરીનો ખર્ચ જ 40 ટકા જેવો ધરખમ રહેતો હોય છે. રોકી માઉન્ટેન ઇન્સ્ટીટયુટે રીપોર્ટમાં એમ સુચવ્યું હતું કે યુરોપમાં 2024 તથા અમેરિકામાં 2023માં બન્ને પ્રકારના વાહનોની કિંમત એક સરખી થઇ જશે.