દિવાળી વેકેશનના ટુર , બુકિંગ 20 ટકા વધ્યા બે મહિના પૂર્વે જ પ્રવાસ પ્લાન ઘડાવા લાગ્યા ,
અમદાવાદ સ્થિત ટ્રાવેલ કંપનીના માલિક અંકિત બજાજે જણાવ્યું હતું કે લોકોએ તહેવાર શરૂ થાય તે પહેલાં અને 15 નવેમ્બર પછી પણ બુકિંગ કરાવ્યું છે. હોટેલના ટેરિફ અને હવાઈ ભાડાંમાં વધારો થવાને કારણે પેકેજ ખર્ચ અંદાજિત 25 ટકા વધી ગયો હોવા છતાં,
શિયાળાની શરૂઆતમાં દિવાળી અને હોળીનાં દિવસો નજીક આવતાં ગુજરાતીઓ ચોક્કસપણે તેમના વેકેશન પ્લાન કરે છે. ટ્રાવેલ એજન્ટો અને ટુર ઓપરેટરોના અંદાજો સૂચવે છે કે ગયાં વર્ષની દિવાળીની સરખામણીમાં આ વખતે દિવાળી પર રજાઓની બૂકિંગ્સમાં 20 ટકાનો વધારો થયો છે. લક્ઝરી અનુભવો કરવા માટેની વધતી જતી ભૂખ અને આવકમાં વધારો ઉપરાંત, દિવાળી પહેલાં અને પછી રજાઓએ પણ બુકિંગમાં વધારો કર્યો છે. માત્ર તહેવારોની તારીખોને બદલે, આ વખતે, રજાઓ 20-25 દિવસ સુધી ફેલાયેલી છે. “જ્યારે પીક બુકિંગ તારીખો 29 ઑક્ટોબરથી 3 નવેમ્બર અથવા 6 નવેમ્બર સુધી રહેશે.
અમદાવાદ સ્થિત ટ્રાવેલ કંપનીના માલિક અંકિત બજાજે જણાવ્યું હતું કે લોકોએ તહેવાર શરૂ થાય તે પહેલાં અને 15 નવેમ્બર પછી પણ બુકિંગ કરાવ્યું છે. હોટેલના ટેરિફ અને હવાઈ ભાડાંમાં વધારો થવાને કારણે પેકેજ ખર્ચ અંદાજિત 25 ટકા વધી ગયો હોવા છતાં, લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો થવાને કારણે ચોક્કસપણે હોલિડે સારા રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે.
ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ વીરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધી છે. પરિણામે, લક્ઝરી પ્રવાસની સારી માંગ છે અને એકંદરે બૂકિંગ્સમાં પણ વધારો થયો છે. દાખલા તરીકે સ્કેન્ડિનેવિયન દેશોમાં પ્રવાસ માટે સારી માંગ છે અને લોકોએ તેમની મુસાફરી માટે અગાઉથી સારી રીતે આયોજન કર્યું છે. હવાઈ ભાડાં તેમજ હોટેલ ટેરિફમાં વધારો થયો છે હોટેલના ટેરિફમાં સામાન્ય રીતે 25 – 30 ટકાનો વધારો થયો છે જ્યારે ટિકિટના ભાવમાં પણ વધારો થાય છે.જે રજાઓને મોંઘી બનાવે છે,”
ગોવાના આકર્ષણ હિમાચલ પ્રદેશ , નોર્થ એસ્ટ , અને કેરળ આ દિવાળીમાં પ્રવાસીઓ માટે ઝાંખા પડ્યા નથી, અમૃતસર ચંડીગઢ અને વારાણસી – અયોધ્યા,જયપુર આગ્રા ,દિલ્હી , જોધપુર, જેસલમેર અને જયપુર વગેરે લોકપ્રિય સ્થાન છે.
વિદેશોમાં ભુતાન, દુબઈ, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા અને માલદીવ જેવા સ્થળો પણ લોકપ્રિય છે. બજાજે વધુમાં જણાવ્યું હતું કે વિઝાની સમસ્યાને કારણે, આ દિવાળીએ યુરોપિયન સ્થળોના પ્રવાશો પ્રમાણમાં ઓછા છે. ઉચ્ચ માંગ હોવા છતાં. સૌથી લોકપ્રિય સ્વિટ્ઝર્લેન્ડ – પેરિસ માટે વિઝા ચિંતાનો વિષય છે.
ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ગુજરાતના અધ્યક્ષ વીરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે દિવાળીની રજાઓમાં વેકેશન માટે ધમાકેદાર એર ટિકિટો સામાન્ય ભાડા કરતાં 38 ટકા થી 212 ટકા મોંધી થઈ છે. દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા જેવા મોટા શહેરો માટે, 20 ટકા થી 102 ટકા વધારે રકમ આપવી પડે છે. માંગ વધુ હોવાથી રજાઓ માટે એરફેરમાં વધારો થયો છે. ચંડીગઢની રીટર્ન ફ્લાઇટ, જેનો ખર્ચ સામાન્ય રીતે રૂ. 10500 હોય છે, દિવાળીની રજાઓ પર રૂ. 32835 થયો છે.
તેમણે ઉમેર્યું હતું કે જ્યારે બલ્ક બુકિંગ એજન્ટો દ્વારા ટીકીટ બુક કરાવવામાં આવે છે, ત્યારે આકર્ષક ભાડાં ઉપલબ્ધ હોય છે જે સામાન્ય ભાડાં સાથે ખૂબ જ ઓછા હોય છે. દાખલા તરીકે, કોચી રિટર્ન ફ્લાઈટ્સ રૂ.10000 , દેહરાદૂન રૂ. 8400, શ્રીનગર રૂ. 11000, ગોવા રૂ. 6900 વગેરે જેટલી કિંમતો હોય છે.



