ગુજરાત

રાજકોટ શહેર ભાજપનો વિવાદ : રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જે વિખવાદ પ્રવર્તી રહ્યો છે ,સમગ્ર મામલો પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરને સોંપાય ગયો છે

વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ થોડો સમય સંગઠન જ જોવાના હોવાથી હવે નવા પ્રમુખ સાથે ટ્યુનીંગ જળવાઇ રહે તે માટે સંગઠન મહામંત્રી સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન ખાસ બેઠકો યોજશે

નવા એકસો કાર્યકર્તાઓ ભલે પક્ષમાં જોડાય પરંતુ જુનો એક પણ કાર્યકર્તા ભૂલાવો જોઇએ નહીં…. આ શબ્દ છે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના સૌથી સન્માનીય નેતા અટલ શ્રી બિહારી બાજપાયીના અને આજે કદાચ ભાજપને તે સૌથી વધુ લાગુ પડે છે અને રાજકોટ ભાજપમાં તો તેની જબરી ચર્ચા છે. એક સમયે ગુજરાત ભાજપના પાવર હાઉસ ગણાતા રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જે વિખવાદ પ્રવર્તી રહ્યો છે અને સંગઠન માળખામાં ધરમૂળ ફેરફાર કર્યા બાદ પણ વિવાદ વધ્યો છે તે બાદ હવે સમગ્ર મામલો પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરને સોંપાય ગયો છે.

ટોચના સુત્રોના જણાવ્યા મુજબ એક તરફ રાષ્ટ્રીયથી લઇ ભાજપના તમામ કક્ષાએ નવા સંગઠનની રચના પૂર્વેની સદસ્યતા સહિતની કવાયત ચાલુ છે અને નવેમ્બર અથવા તો ડિસેમ્બર માસમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખથી લઇ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ અને તે રીતે સમગ્ર રાજ્યમાં ભાજપના સંગઠન માળખામાં નવનિયુક્તિ થશે, તેથી ગુજરાતમાં પણ નવા પ્રદેશ પ્રમુખ આવશે તે નિશ્ર્ચિત છે.

હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા છે અને મોવડી મંડળે ખાસ અનુરોધ કરતાં તેઓ પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. પરંતુ આગામી દિવસોમાં નવા પ્રદેશ પ્રમુખને સાનુકુળતા થાય તેથી તેઓ કોઇ મોટા નિર્ણયો લેતા નથી અને તેથી જ રાજકોટ શહેર ભાજપનો વિખવાદ ભવિષ્યમાં નવા પ્રદેશ પ્રમુખને ભેટ મળશે તેથી સાતત્ય જળવાઇ રહે તેથી હાલ સંગઠન મહામંત્રી રત્નાકર હવે શહેર ભાજપનો વિવાદ જોશે તેવી ચર્ચા છે.

સુત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં એટલે કે ગણેશોત્સવ પૂરો થાય કે તૂર્ત જ રત્નાકરના સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન થઇ રહ્યું અને તેમાં એજન્ડા રાજકોટ પણ હશે. સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર ભાજપના કેટલાક મોરચા સેલ સહિતના અગ્રણીઓએ સંગઠન મહામંત્રી રત્નાકરનો સમય માંગ્યો છે. પરંતુ ગાંધીનગરમાં કોઇ રજુઆત જુથવાદ તરીકે જોવાઇ જાય તે પૂર્વે રત્નાકર રાજકોટ આવીને અન્ય સંગઠનાત્મક અને સદસ્યતા સંબંધી બેઠકો યોજે તે સમયે રાજકોટના જુથવાદ અંગે તેઓ સમક્ષ રજુઆત થશે.

હાલમાં જ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ ટક્કોર કરી હતી કે નવા લેવાની ઉતાવળમાં જુના ભુલાઇ ન જાય તે જોવાની જરુર છે અને રાજકોટ શહેર ભાજપમાં ચર્ચા મુજબ સંગઠનમાં અને કાર્યક્રમોમાં પક્ષના પાયાના કાર્યકર્તાઓના સ્થાને સંસ્થાઓનું વર્ચસ્વ વધી રહી હોવાની પણ ચર્ચા છે. પોલીટીક્લ બેકગ્રાઉન્ડની ચિંતા કરાતી નથી અને સદસ્યતા ઇન્ચાર્જ નિયુક્તિમાં પણ તે સ્થિતિ બની છે અને તેના કારણે કાર્યક્રમોમાં સંખ્યા વગેરેેમાં પણ અસર થઇ રહી છે અને તેથી જ નવું સંગઠન માળખુ રચાય તેમાં આ પ્રકારની ભુલ ન થાય તે જોવા માટે ખાસ મહામંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

રાજકોટ ગુજરાત ભાજપમાં લાંબા સમય સુધી સંગઠન મહામંત્રી તરીકે કાર્ય કરનાર ભીખુભાઇ દલસાણીયાને એક અસાધારણ નિર્ણયમાં બિહારમાં સંગઠનની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટિલની નિયુક્તિ તરીકે રત્નાકરને બિહારમાંથી ગુજરાતમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા તે પણ પાટિલને છુટો હાથ આપી શકાય તે માટે આ ફેરફાર કરાયા હોવાનું માનવામાં આવે છે

પરંતુ હવે જ્યારે સી.આર. પાટિલ કેન્દ્રીય મંત્રી બન્યા છે અને તેઓ નવા સંગઠનમાં પ્રદેશ પ્રમુખ તરીકે નહીં તે નિશ્ર્ચિત છે તેથી ભીખુભાઇ દલસાણીયાને ફરી ગુજરાત લાવી શકાય છે. શ્રી ભીખુભાઇ દલસાણીયાએ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી સહિતના કાર્યકાળ સમયે સંગઠનની ચિંતા કરી છે અને તેઓ સ્થાનિક રાજકારણથી જાણીતા છે તેથી તેઓને ફરી એક વખત ગુજરાતની જવાબદારી સોંપાઇ શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button