AI ની કમાલ : 74 ટકા કેસમાં અડધા કલાક પહેલાં જ AI ટેકનીકે હાર્ટનો ખતરો બતાવેલો ,
રામકૃષ્ણને જણાવ્યું હતું કે, અધ્યાયનોમાં એ વાત બહાર આવી છે કે જો કાર્ડીયાક એરેસ્ટનાં બારામાં અગાઉથી જ જાણ કરી દેનાર આ મોડેલનો અહીં ઉપયોગ થાય છે તે તેથી લોકોનાં જીવ બચી શકે છે.

દુનિયાભરમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ-એઆઈ ટેકનીક તબીબી તપાસ અને નિદાનને સરળન સાથે સાથે બહેતર બનાવ્યુ છે. વિચારો કે જો એઆઈની મદદથી સીસ્ટોલીક બીપી (બ્લડ પ્રેસર) હાર્ટરેટ, શરીરનું તાપમાન, શ્વાસનો દર જેવી ચાર સામાન્ય તપાસ હાર્ટ એટેક એટલે કે સમયસર હાર્ટએટેક આવતા પહેલા જ લાગી જાય તો કેટલુ બહેતર લાગે.
એમ્સ દિલ્હીના હૃદયરોગ વિભાગનાં પ્રોફેસર એમ.રામકૃષ્ણને દુનિયાભરમાં એઆઈના ચોંકાવનારા પરિણામો અને તેના દેશોમાં સંભવીત ઉપયોગ પર એક સંશોધન પણ રજુ કર્યું છે.
પ્રોફેસર પોતાના લેખમાં જણાવ્યું હતું કે, કોરીયાની હોસ્પીટલનાં ડોકટરોએ એક એવુ એઆઈ મોડેલ બનાવ્યુ છે. જે હોસ્પીટલમાં દાખલ દર્દીઓને સામાન્ય તપાસનાં આધારે હાર્ટએટેલ (હૃદયના ધબકારા રોકાઈ જવાથી) અડધા કલાક પહેલા જ એલર્ટ કરે છે.
અભ્યાસમાં જાણવા મળ્યુ કે 74 ટકા કેસમાં અડધા કલાક પહેલા જ હાર્ટ એટેક આવવાના ખતરાનાં બારામાં બતાવાયુ છે. આ એઆઈ મોડેલ અન્ય મામલામાં 14 કલાક પહેલાં જ તેના ખતરાના બારામાં બતાવવા સક્ષમ છે. ખરેખર તો હાર્ટએટેક એ સ્થિતિને કહે છે જયારે હૃદયના ધબકારા રોકાઈ જાય છે.જલદી સાચી સારવાર ન મળવાથી મૃત્યુ પણ થઈ શકે છે.
રામકૃષ્ણને જણાવ્યું હતું કે, અધ્યાયનોમાં એ વાત બહાર આવી છે કે જો કાર્ડીયાક એરેસ્ટનાં બારામાં અગાઉથી જ જાણ કરી દેનાર આ મોડેલનો અહીં ઉપયોગ થાય છે તે તેથી લોકોનાં જીવ બચી શકે છે.