સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો : સુરતમાં અનેક જગ્યાએ પથ્થરમારો કરવાનો પ્લાન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે.
ગેંગ દ્વારા 2 દિવસ પહેલા પણ ગણપતિનાં પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જો કે રવિવારે આરોપીઓનો ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો પ્લાન સફળ થયો હતો.
સુરતનાં સૈયદપુરામાં પથ્થરમારાની ઘટનાં બાદ ભારેલા અગ્રિ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. જે બાદ પોલીસ દ્વારા કડક પગલા લઈ રાત્રીનાં સુમારે કોમ્બીંગ હાથ ધર્યું હતું. તેમજ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાનો પ્લાન હતો. તેમજ સુરતનાં 10 વિવિધ ગણેશ પંડાલમાં યુવકો પથ્થરમારો કરવાનાં હતા. તેમજ છેલ્લા 3 મહિનાથી મદરેસામાં જતા કિશોરે પોતાની અલગ ગેંગ બનાવી હતી. ગેંગ દ્વારા 2 દિવસ પહેલા પણ ગણપતિનાં પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જો કે રવિવારે આરોપીઓનો ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો પ્લાન સફળ થયો હતો. આરોપી સગીરોએ કોનાં કહેવાથી પથ્થરમારો કર્યો તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ વર્ષોથી ભાજપ નેતાએ કરેલું દબાણ દૂર કરાયું હતું. સુરતનાં સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની તપાસમાં નવો ખુલાસો થવા પામ્યો છે. જેમાં ભાજપનાં લઘુમતી મોરચાનાં અધ્યક્ષ મોહસીન મિર્ઝાનાં ભાઈ સાજીદ મિર્ઝાએ કબજો કર્યો હતો. 4100 ચોરસ ફૂટ જમીન પર કરાયેલો કબજો પથ્થરમારા બાદ હટાવાયો હતો. તેમજ વર્ષોથી જમીન પર ગેરકાયદે કબજો કરી લારી-ગલ્લા ઉભા કરી ભાડાની વસૂલાત કરાતી હતી. મહાપાલિકાએ ભૂતકાલમાં કરેલા દબાણ હટાવવાનાં તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. આખરે પથ્થરમારાની ઘટના બાદ મહાપાલિકાનાં બુલડોઝરે દબાણ સાફ કર્યું હતું. ભાજપ નેતા મોહસીન મિર્ઝાએ ડિમોલિશન રોકવા કરેલા તમામ પ્રયાસો વ્યર્થ સાબિત થયા હતા.
સુરતનાં સૈયદપુરામાં પથ્થરમરા મામલે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે મહત્વનું નિવેદન આપ્યું છે. પથ્થરમારાની ઘટનામાં કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ સમગ્ર ઘટનામાં ઝડપાયેલા આરોપીઓનાં ઘર ઘટના સ્થળથી પોણો કિમી દૂર છે. તેમજ ઘટનાની પાછળ જવાબદાર કોણ છે. તેને શોધવાનાં પ્રયાસ ચાલુ છે. તેમજ સગીર આરોપીઓનાં વાલીઓની અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે.



