જાણવા જેવું

જીએસટી કાઉન્સીલની મળેલી બેઠકમાં , કાર, ટુ-વ્હીલર, થોડા મોંઘા થશે રેડી-ટુ-ઇટ ન હોય તેવા નમકીન સસ્તા થશે ,

કેન્સરના દર્દીઓને રાહત થશે અગાઉ કેન્સરની દવાઓ પરનો કસ્ટમ ડ્યુટી પણ ઘટાડવામાં આવી હતી. ભારતમાં જે રીતે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે તે પછી આ જીવનરક્ષક દવાઓ સસ્તી ઉપલબ્ધ થશે.

જીએસટી કાઉન્સીલની મળેલી બેઠકમાં કેટલાક ટેક્સ ઘટાડવામાં આવ્યા છે જ્યારે અનેકમાં વધારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને કેન્સરની દવાઓ, હેલીકોપ્ટર પ્રવાસ અને નમકીન કે જે તળેલા કે શેકેલા નથી એટલે કે રેડી-ટુ-ઇટ નથી તેના પરનો જીએસટી ઘટાડવામાં આવ્યો છે. કેન્સરની દવા પરનો જીએસટી 12 ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે.

જેનાથી કેન્સરના દર્દીઓને રાહત થશે અગાઉ કેન્સરની દવાઓ પરનો કસ્ટમ ડ્યુટી પણ ઘટાડવામાં આવી હતી. ભારતમાં જે રીતે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે તે પછી આ જીવનરક્ષક દવાઓ સસ્તી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત રીસર્ચ પર જે સર્વિસ ટેક્સ લાદવામાં આવ્યો હતો તે પાછો ખેંચાયો છે.

સીટ શેરીંગ એટલે કે એક જ હેલીકોપ્ટરમાં અલગ અલગ એકથી વધુ પ્રવાસીઓ સફર કરતા હોય ત્યારે તેના પર જીએસટી 18 ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. કેદારનાથ, બદ્રીનાથ, વૈષ્ણોદેવી સહિતના યાત્રાધામોમાં જે રીતે હેલીકોપ્ટર સેવા આપવામાં આવે છે. તેમાં જીએસટી ઘટાડાથી યાત્રાળુઓને લાભ થશે. જો કે ચાર્ટર્ડ હેલીકોપ્ટર પર 18 ટકાનો જીએસટી યથાવત રહેશે. આ ઉપરાંત જે નમકીન અનકુકડ એટલે જે રાંધેલા ન હોય અથવા તો અનફ્રાઇડ એટલે કે રેડી-ટુ-ઇટ ન હોય તેના પર હવે પાંચ ટકા જીએસટી લાગશે.

આ ઉપરાંત કાર અને મોટરસાયકલની સીટ મોંઘી થશે તેના પર 18 ટકા જીએસટી હતો તે 28 ટકા લાગશે. રેલવે જે એરકન્ડિશનર સીસ્ટમનો ઉપયોગ કરે છે રૂફ માઉન્ટેડ સિસ્ટમ પર હવે જીએસટી વધારવામાં આવ્યો છે.

જ્યારે ઇલેક્ટ્રીક્ વાહનોમાં ચાર્જીંગ સ્ટેશન પર જીએસટી ઘટાડા અંગે નિર્ણય મુલત્વી રખાયો છે. પેમેન્ટ એગ્રીકેટરને ટેક્સમાં કોઇ રાહત અપાઇ નથી આ ઉપરાંત રેસીડેન્સીયલ કોમર્શીયલ અને ઇન્ડસ્ટ્રીયલ મિલ્કતોમાં લોકેશન ચાર્જીંસ પરનો જીએસટી હવે એક સમાન કરાયો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button