દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરોની અછત , ગામડાઓમાં 83 ટકા સર્જન, 80 ટકા બાળરોગ, નિષ્ણાંતોનો અભાવ ,
દેશના 27 જીલ્લાના 9 હજાર પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં એક પણ ડોકટર નથી, વિશેષજ્ઞ ડોકટરનાં અભાવે ગર્ભવતી માતા અને શિશુ માટે જોખમ

દેશના 27 જીલ્લાના 9 હજાર પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં એક પણ ડોકટર નથી, વિશેષજ્ઞ ડોકટરનાં અભાવે ગર્ભવતી માતા અને શિશુ માટે જોખમ ,
દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરોની અછત ઘણી વધી રહી છે. પરિસ્થિતિ એ છે કે અહી 82 ટકા ફિઝીશ્યન, 83 ટકા સર્જન અને 80 ટકાથી વધુ બાળરોગ વિશેષજ્ઞની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. પાંચ હજારથી વધુ સામુહીક આરોગ્ય કેન્દ્રો પર દવા લખનાર ફિઝીશ્યન ડોકટર એક હજારથી પણ ઓછા છે પણ અહીયા ફાર્માસીસ્ટની સંખ્યા 7 હજારથી વધુ છે.
ગ્રામીણ ભારતની આ તસ્વીર સોમવારે જાહેર કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય વ્યવસ્થાપન માહીતી પ્રણાલી (એચએમઆઈએસ) 2022-23 ના રિપોર્ટમાં બહાર આવી છે. જે અનુસાર 18 વર્ષમાં અહી નિષ્ણાંત ડોકટરોની અછતમાં ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે.
રિપોર્ટ મુજબ દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં કુલ 5491 સામુહીક સ્વાસ્થ્ય કેન્દ્રો છે. જેમાંથી માત્ર 913 કેન્દ્રોમાં સર્જન, 1442 માં પ્રસુતી રોગ વિશેષજ્ઞ 992 કેન્દ્રોમાં ફીઝીશીયન અને 1066 કેન્દ્રોમાં બાલરોગ વિશેષજ્ઞ કાર્યરત છે.જયારે સરકારનું માનવુ છે કે અહી કુલ 21964 વિશેષજ્ઞોની જરૂર છે કે અહી કુલ 21964 વિશેષજ્ઞોની જરૂર છે. તેમ છતા રાજયોએ હજુ સુધી 21964 માંથી માત્ર 13232 પદો પર જ ડોકટરોની ભરતી કરવાની મંજુરી આપી છે અને તેમાં માત્ર 4413 ડોકટર જ હાલમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કુલ મળીને આ કેન્દ્રો પર 17 હજારથી વધુ વિશેષજ્ઞ ડોકટરોની ઘટ છે તેમાં સર્જન પ્રસુતી રોગ, બાલરોગ અને ફીઝીશીયન સામેલ છે.
રિપોર્ટ અનુસાર દેશના 757 જીલ્લામાં લગભગ 6.64 લાખ ગામો છે.અહી 1.65 લાખ પેટા સ્વાસ્થ્ય કેન્દ્ર 25354 પીએચસી અને 5491 સીએચસી મોજુદ છે.વર્ષ 2005 સાથે તુલના કરીએ તો 20 હજારથી વધુ નવા ઉપ સ્વાસ્થ્ય કેન્દ્રો અને લગભગ બે બે હજારથી વધુ પીએચસી અને સીબીએચસીની સંખ્યામાં વધારો થયો છે.
પરંતુ તથ્ય એ છે કે 9 હજારથી વધુ પીએચસી ડોકટર વિના ચાલે છે. અહી કુલ 41931 જગ્યાઓ પર 32901 ડોકટર કે ચિકિત્સા અધિકારી તૈનાત છે. આ રીતે સીએચસી અને પીએચસી પર આઠ હજારથી વધુ લેબ ટેકનીશ્યન 7 હજાર ફાર્માસીસ્ટ 1719 રેડીયો રાફટર અને 22 હજારથી વધુ નર્સીંગ કર્મચારીઓની જગ્યા ખાલી છે.
રિપોર્ટ અનુસાર 2022 સુધી સામુહીક સ્વાસ્થ્ય કેન્દ્ર (સીએચસી) સ્તર પર ડોકટરોની સંખ્યા 4485 રહી જે 2023 માં 4413 રહી ગઈ છે જે 2023 માં 4413 રહી ગઈ. જયારે આ સમય ગાળામાં પ્રાથમીક સ્વાસ્થ્ય કેન્દ્ર સીએચસી સ્તર પર 30640 થી વધીને 32901 સુધી પહોંચી છે.
આ આંકડો બતાવે છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં દર વર્ષે વિશેષજ્ઞ ડોકટરોની સંખ્યા 30640 થી વધનિ 32905 સુધી પહોંચી છે આ આંકડા બતાવે છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં દર વર્ષે વિશેષજ્ઞ ડોકટરોની ઘટનો ગ્રાફ વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ ડો.અપુર્વ ચંદ્રાએ જણાવ્યું હતુંકે વર્ષ 1992 થી સરકાર દર વર્ષે ગ્રામીણ સ્વાસ્થ્યને લઈને આંકડા રીપોર્ટ જાહેર કરી રહી છે. આ આંકડાથી ખબર પડે છે કે સ્વાસ્થ્ય સેવા વિસ્તારને લઈને દેશમાં હજુ ઘણા પ્રયાસો કરવાના બાકી છે.