ગુજરાત

આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગનાં કાર્યને લઈ રેલવે વ્યવહાર પર અસર જોવા મળી છે ,

15, 22 અને 29 સપ્ટેમ્બર (રવિવાર) ના રોજ ઇન્દોર થી ચાલતી ટ્રેન નં. 20936 ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોધરા-ડાકોર-આણંદ-ગેરતપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગોધરા-છાયાપુરી-બાજવા-આણંદ-ગેરતપુરને રસ્તે ચાલશે.

આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગનાં કાર્યને લઈ રેલવે વ્યવહાર પર અસર થવા પામી છે. જેને લઈ આંશિક રીતે અનેક ટ્રેનનો પરિવર્તિત માર્ગથી ચાલશે. ત્યારે બ્લોકને કારણે તા. 11, 18, 22, 25 અને 29 સપ્ટેમ્બ સુધી અસર જોવા મળશે.

આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગનાં કારણે વેરાવળ-ઈન્દોર અને ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે. તેમજ ટ્રેનનાં પરિચાલન, સમય, સ્ટેપેજ અને સંરચનાં વિશે રેલવેની વેબસાઈટ www.enquiry.indiarail.gov.in પર જઈને વધુ માહિતી મેળવી શકાશે.

  • 11, 18અને 25 સપ્ટેમ્બર (બુધવાર)ના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગેરતપુર-આણંદ-ડાકોર-ગોધરાને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર-આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરાને રસ્તે ચાલશે ,
  • 15, 22 અને 29 સપ્ટેમ્બર (રવિવાર) ના રોજ ઇન્દોર થી ચાલતી ટ્રેન નં. 20936 ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોધરા-ડાકોર-આણંદ-ગેરતપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગોધરા-છાયાપુરી-બાજવા-આણંદ-ગેરતપુરને રસ્તે ચાલશે.
News Click 24

Poll not found

Related Articles

Back to top button