આજે શેરબજારની શરૂઆત સુસ્ત થઈ છે, સેન્સેક્સ લગભગ 40 પોઈન્ટના ઘટાડા સાથે ખુલીને ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સ 81,844 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે નિફ્ટી 25,015 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી બેન્ક 51,115ની રેન્જમાં ટ્રેડિંગ કરતી જોવા મળી હતી. જોકે, મિડકેપ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની સુસ્ત શરૂઆત થઈ છે. સેન્સેક્સ લગભગ 40 પોઈન્ટના ઘટાડા સાથે ખુલીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં લગભગ 10 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો.
બજાર ખૂલ્યાને થોડા સમયમાં જ સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, તો નિફ્ટીમાં લગભગ 20 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ બેન્ક નિફ્ટીમાં લગભગ 150 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ 81,844 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે નિફ્ટી 25,015 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી બેન્ક 51,115ની રેન્જમાં ટ્રેડિંગ કરતી જોવા મળી હતી. જોકે, મિડકેપ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સ મંગળવારે 81,768.72 પોઈન્ટના સાથે ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન 82,196.55 પોઈન્ટ સુધી પહોંચ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 0.44 ટકા અથવા 361.75 પોઇન્ટના વધારા સાથે 81,921.29 પર બંધ થયો. નિફ્ટી-50 પણ ગઈ કાલે 25,130.50 પોઈન્ટ્સની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા પછી, નિફ્ટી અંતે 0.42% અથવા 104.70 પોઈન્ટના વધારા સાથે 25,041.10 પર બંધ રહ્યો હતો.