બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો ફતવો અજાન – નમાઝના પાંચ મીનીટ અગાઉ જ દુર્ગાપૂજામાં ‘સાઉન્ડ સિસ્ટમ’ બંધ કરવા પડશે
દુર્ગાપુજા વખતે હિન્દૂઓની મુવમેન્ટની કાયદો-વ્યવસ્થાની સમસ્યા સર્જાતી હોવાનો દાવો કરીને તેઓએ કહ્યુ કે સેંકડો લોકો ઉજવણી માટે ભારત જતા હોય છે. ભારતથી પણ અનેક લોકો આવતા હોય છે.હિન્દુઓની સુરક્ષાની ખાસ કાળજી લેવાશે.

બાંગ્લાદેશમાં બળવા બાદ ગઠીત નવી સરકાર કટ્ટરવાદી અને હિન્દૂ વિરોધી હોવાના એક પછી એક પુરાવા મળી રહ્યા હોય તેમ નવો ફતવો જારી કર્યો છે. આગામી દુર્ગાપુજા પૂર્વે બાંગ્લાદેશના ગૃહમંત્રીએ એવો આદેશ જારી કર્યો છે કે મુસ્લીમોની અઝાન અને નમાઝનો સમય થાય તે પૂર્વે દુર્ગા પૂજાના માઈક અને પૂજનવિધી પાંચ મીનીટ અગાઉ જ બંધ કરી દેવી પડશે.
આ નિર્ણય તાલીબાની હોવાના આરોપ સાથે હિન્દુઓમાં જબરો ઉહાપોહ સર્જાયો છે. બાંગ્લાદેશમાં વસતા હિન્દૂઓનો સૌથી મોટો ઉત્સવ દુર્ગાપુજા છે 9 થી 12 ઓકટોબર સુધી યોજાવાનો છે. તે પૂર્વે ગૃહમંત્રાલયે હિન્દૂ સંગઠનો સાથે બેઠક યોજયા બાદ એવુ જાહેર કર્યુ હતું કે મુસ્લીમોની અજાન અને નમાઝ શરૂ થયાના પાંચ મીનીટ પૂર્વે જ દુર્ગાપુજા પંડાલોમાં સાઉન્ડ સીસ્ટમ બંધ કરી દેવાની સુરક્ષા આપવામાં આવી છે.
દુર્ગાપુજા વખતે હિન્દૂઓની મુવમેન્ટની કાયદો-વ્યવસ્થાની સમસ્યા સર્જાતી હોવાનો દાવો કરીને તેઓએ કહ્યુ કે સેંકડો લોકો ઉજવણી માટે ભારત જતા હોય છે. ભારતથી પણ અનેક લોકો આવતા હોય છે.હિન્દુઓની સુરક્ષાની ખાસ કાળજી લેવાશે.
તેઓએ કહ્યું કે 32666 પૂજા મંડપનુ સ્થાપન થવાનુ છે. કોઈ વિઘ્ન કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ કાળજી લેવાશે