ગુજરાત

ગુજરાત સરકારે આજે વડોદરામાં આવેલા પૂરને લઇને મોટી જાહેરાત કરી છે , જાહેરાત પ્રમાણે લારી-રેકડી ધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય મળશે. નાના કેબિન ધારકોને 20 હજાર સુધીની રોકડ સહાય મળશે

દૂકાનદારોના કેસમાં ત્રિમાસિક GST રિટર્નને ધ્યાનમાં રાખી સહાય અપાશે. ઉલ્લેખનીય છે કે, સહાય માટે મહાનગર પાલિકા કમિશ્નર અને મામલતદારને અરજી કરવાની રહેશે. આ માટે આગામી 31 ઑક્ટોબર, 2024 સુધીમાં સહાય માટેની કરવાની કરવાની રહેશે.

રાજ્યમાં આ વર્ષે અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ અને પૂરથી વડોદરા શહેર પ્રભાવિત થયુ છે. વડોદરામાં બે અઠવાડિયા પહેલા આવેલા ભારે વરસાદે તબાહી મચાવી હતી, અને લોકોના ધંધા, દુકાનો, ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે હજારો કરોડનું નુકસાન પહોંચ્યુ હતુ. હવે આ લોકોની વ્હારે ગુજરાત સરકાર આવી છે, ગુજરાત સરકારે પૂરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે આજે વડોદરામાં આવેલા પૂરને લઇને મોટી જાહેરાત કરી છે, વડોદરામાં પૂરના પાણીથી અસરગ્રસ્તો વેપારીઓ માટે રોકડ સહાયની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત પ્રમાણે લારી-રેકડી ધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય મળશે. નાના કેબિન ધારકોને 20 હજાર સુધીની રોકડ સહાય મળશે. મોટા કેબિન ધારકોને 40 હજાર સુધીની રોકડ સહાય મળશે, નાની પાકી દૂકાનદારોને 85 હજાર સુધીની રોકડ સહાય મળશે, મોટી દૂકાન ધારકોને લૉનમાં વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 20 લાખ સુધીની લૉન લેનારને 3 વર્ષ સુધી 7 ટકાના દરે સહાય આપવામાં આવશે. દૂકાનદારોના કેસમાં ત્રિમાસિક GST રિટર્નને ધ્યાનમાં રાખી સહાય અપાશે. ઉલ્લેખનીય છે કે, સહાય માટે મહાનગર પાલિકા કમિશ્નર અને મામલતદારને અરજી કરવાની રહેશે. આ માટે આગામી 31 ઑક્ટોબર, 2024 સુધીમાં સહાય માટેની કરવાની કરવાની રહેશે.

રાજ્ય સરકારે વડોદરામાં વેપારીઓ માટે સહાય જાહેરાત કરી છે, જેને લઇને હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ નેતાએ સવાલો ઉઠાવ્યા છે કે, ઘર-વખરી માટે નુકસાનીની સહાય કેમ નહીં? રહેણાંક વિસ્તારમાં નુકસાની માટે સહાય નથી અપાઇ રહી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button