ગુજરાત

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું થશે નવીનીકરણ , આ કામગીરીને લઈને કાલુપુરથી સારંગપુર વચ્ચેનો રસ્તો 3 વર્ષ માટે બંધ કરાયો છે

કાલુપુર ખાતે આવેલ દેશના સૌથી જૂના અમદાવાદ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ થઈ રહ્યું છે જેને લઈ હવે સારંગપુરથી કાલુપુરનો માર્ગ 3 વર્ષ માટે બંધ કરાયો છે અને બસોના રૂટ પણ ડાયવર્ટ કરાયા છે.

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ થવાનું છે. ત્યારે આ કામગીરીને લઈને કાલુપુરથી સારંગપુર વચ્ચેનો રસ્તો 3 વર્ષ માટે બંધ કરાયો છે. રોડ બંધ થતા સિટીની બસના રૂટમાં ઘણા ફેરફાર થયા છે. BRTSના 7 રૂટ અને AMTSના 30 રૂટ ડાયવર્ટ કરાયા છે. કાલુપુર જતી બસ હવે સારંગપુરથી પાંચકુવા થઈને વૈકલ્પિક રૂટ પર બસ દોડશે. BRTSની SP રીંગરોડથી ઇસ્કોન સુધી જતી રૂટ નંબર 2ની બસ હવે સારંગપુર બ્રિજ થઈને દોડશે. તો નરોડા ગામથી ઇસ્કોન રોડ સુધી દોડતી આઠ નંબરની બસ કાલુપુરને બદલે પ્રેમ દરવાજા, વાડજ થઈ સાયન્સ સિટી સુધી દોડાવાશે. હવે પછી બસ થકી મુસાફરી કરવામાં વધુ સમય લાગી શકે છે.

કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ રહી છે જેના કારણે હવે વાહન વ્યવહારને રોડ પર અવર જવર બંધ કરાઈ છે. રાજ્યનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન હોવાથી અહીં અનેક લોકો આવતા હોય છે પરંતુ આ સ્ટેશનના રીનોવેશનની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. 3 વર્ષ માટે હવે આ રોડ નાગરિકોની અવર જવર માટે બંધ કરાયો છે. 3 વર્ષ માટે સારંગપુરથી કાલુપુર તરફનો રોડ બંધ કરાયો છે.

હવે નાગરિકોએ જો સિવિલ કે રેલવે સ્ટેશન જવું હોય તો સારંગપુરથી પંચકુવા થઈને વૈકલ્પિક રૂટ પર જવું પડશે. કાલુપુરથી સારંગપુર તરફનો એક માર્ગ ચાલુ રખાયો છે. રોડ બંધ થતા બસોના રૂટ પણ ડાયવર્ટ કરાયા છે. BRTSના 7 રૂટ અને AMTS ના 30 રૂટ ડાયવર્ટ કરાયા છે. AMTS અને BRTS ની કાલુપુર થઈ પસાર થતી બસોને ડાયવર્ઝન અપાયા છે અને અમુક રૂટમાં કાપ મુકયો છે.

BRTS ની એસપી રીંગરોડથી ઇસ્કોન સુધી દોડતી રૂટ નંબર 2ની બસ હવે સારંગપુર બ્રિજ થઈને નિયત રૂટ ઉપર દોડશે. તો નરોડા ગામથી ઇસ્કોન રોડ સુધી દોડતો આઠ નંબરની બસ કાલુપુરને બદલે પ્રેમ દરવાજા થઈ વાડજ થઈ સાયન્સ સિટી સુધી દોડાવાશે. તો AMTS ની સારંગપુરથી ઉપડતી બસો હવે કાલુપુરને બદલે પાંચકુવા થઈ દોડશે, જેની અસર 170 બસો પર થશે. આ રૂટ બદલાવાને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. જે વિસ્તારમાં 20 મિનિટમાં પહોંચતા હતા ત્યાં પહોંચતા હવે એક કલાક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યા પણ વધી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button