અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે ,
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની બેંચે તેમની જામીન અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂને CBIએ ધરપકડ કરી હતી. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે અગાઉની સુનાવણીમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે તેમની ધરપકડ ખોટી નથી. કારણ કે આરોપનામું દાખલ થઈ ગયું છે અને ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂરી થવાની નથી, એટલે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવાનું ઔચિત્ય નથી. અરવિંદ કેજરીવાલે 10 લાખનો બેલ બોન્ડ ભરવો પડશે.
કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ, તેમને સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્હયા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. જો કેજરીવાલ આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે મુક્ત થાય છે તો જેલમાં વિતાવેલ કુલ સમય 177 દિવસનો થશે. જો મુક્તિના 21 દિવસ ઓછા કરવામાં આવે તો કેજરીવાલ કુલ 156 દિવસ જેલમાં રહ્યા.