મહારાષ્ટ્ર

મુંબઈના સૌથી સુપ્રસિધ્ધ ‘લાલબાગચા રાજા’ ગણપતિનાં ચરણોમાં ભકતો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. ,

દાનની કિંમત રૂ.ત્રણ કરોડ, 67 લાખ અને 86 હજાર રૂપિયા થાય છે

મુંબઈના સૌથી સુપ્રસિધ્ધ ‘લાલબાગચા રાજા’ ગણપતિનાં ચરણોમાં ભકતો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનાં દર્શન કરવા માટે ચિકકાર ગિરદી થઈ રહી છે.

ગણેશોત્સવના પહેલા ચાર દિવસમાં ભકતોએ લાલબાગચા રાજાને રૂા.બે કરોડ, 31 લાખ અને 60 હજાર કેશ તો 1,36,26,053 રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીના મળીને કુલ 3,67,86,053 રૂપિયાનું દાન ચડાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભકતોએ બાપ્પાને 2431.52 ગ્રામ સોનાના અને 23,352 ગ્રામ ચાંદીના દાગીના અર્પણ કર્યા હોવાનું ચારદિવસની ગણતરીમાં જણાઈ આવ્યું હતું.  ચારેય દિવસ કેશ અને ચાંદીના દાગીનાના દાનની એવરેજ લગભગ સરખી છે, પણ પહેલા ત્રણ દિવસની સરખામણીએ બુધવારે ચોથા દિવસે 1.16 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચડાવવામાં આવ્યા હતા.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button