હવામાન વિભાગે તારીખ 16થી લઈ 18 સપ્ટેમ્બર સુધી છૂટછવાયા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે ,
ભેજનું પ્રમાણ વધતા સવારે અને સાંજે બફારાનો અનુભવ થઇ શકે છે.

વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, વર્તમાનમાં ભારે વરસાદની સંભાવના નહીંવત રહેશે. રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન રહેતા હવે વરસાદનું જોર ઘટશે. ભેજનું પ્રમાણ વધતા સવારે અને સાંજે બફારાનો અનુભવ થઇ શકે છે.
જે મુજબ આજે 16 સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ,
હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરની આગાહી કરી છે કે, રાજ્યના મોટા ભાગના તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
18 સપ્ટેમ્બરની વાત કરીએ તો કચ્છના સિવાય તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ,
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. સાથો સાથ નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તા. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ તા. 10 ઓક્ટોમ્બરથી તા. 13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.