ગુજરાત

વડાપ્રધાન મોદી ત્રીજી વખત PM બન્યા બાદ પહેલી વખત ગુજરાતના પ્રવાસે GMDC ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

GMDC ગ્રાઉન્ડ ખાતે 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ ,

પીએમ મોદીએ આજે તેમના જન્મદિવસ પૂર્વે ગુજરાતને મોટી ભેટ આપી છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે તેઓએ ટ્રેનમાં પ્રવાસ પણ કર્યો. તેમની સાથે 150 લોકો પણ આ ટ્રેનના ઉદ્ધઘાટન સમયે પ્રવાસ કર્યો.  ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી તેઓ  મુસાફરી કરી,

જન્મદિવસના એક દિવસ પહેલા PM મોદીની ગુજરાતને મોટી ભેટ મળી છે. પીએમ મોદીએ આજેગાંધીનગર-અમદાવાદના નાગરિકોને મેટ્રો ટ્રેનની ભેટ  આપી છે. આજથી મેટ્રો ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ દોડશે. આજે તેઓ  ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો ટ્રેનને  લીલીઝંડી આપશે, આટલું જ નહિ તેઓ ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી ટ્રેનમાં  મુસાફરી પણ કરશે. 150 જેટલા લોકો PM સાથે મેટ્રો ટ્રેનની મુસાફરી કરશે.

પીએમ મોદીના જન્મદિવસની પૂર્વે ગાંધીનગર-અમદાવાદના રહિશોને મેટ્રો ટ્રેનની ભેટ મળી છે. થોડીવારમાં PM ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી આપશે, ગાંધીનગરથી અમદાવાદ હવે મેટ્રો દોડશે. ગાંધીનગરના મેયર અને ડે.મેયર પણ PM સાથે આજે આ  મેટ્રોમાં  મુસાફરી કરશે, ગાંધીનગરના 150 જેટલા લોકો PM સાથે મેટ્રો ટ્રેનની  મુસાફરી કરશે,.

ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ સમિટ અને એક્સ્પોનું  પીએમ મોદીએ  ઉદ્ધાટન કર્યું. આ અવસરે સમિટને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, એનર્જીના ફ્યુચર, ટેક્નોલોજી,પોલિસી પર ગંભીર ચર્ચા થશે. જે પણ વિચારીશુ માનવતા માટે ઉપયોગી બનેશ. દેશની જનતાએ સાત વર્ષ સુધી આ જ સરકાર પર વિશ્વાસ દેખાડ્યો, દેશના તમામ વર્ગોને અમારી સરકાર પર વિશ્વાસ છે. વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા દેશવાસીઓનો પ્રયાસ છે. ત્રીજી સરકારના 100 દિવસમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયાછે. દેશના ઝડપી વિકાસ માટેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. છેલ્લા 100 દિવસમાં 12 નવા ઈન્ડસ્ટ્રીયલ શહેરો બનાવવાના નિર્ણય લેવા. અને બાયો ઈ-3 પ્રોજેક્ટને મંજૂરી આપી  છે.

ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ સમિટમાં  કુલ કુલ 40 સત્ર યોજાશે. સમિટમાં 200થી વધુ સ્પીકર  ઉપસ્થિત રહેશે.સમિટમાં 100થી વધુ એક્સ્પોનું પ્રદર્શન હશે, પીએમ મોદીએ સમિટના વિવિધ પ્રોજેક્ટનું  નિરીક્ષણ કર્યું હતું. નોંધનિય છે કે, મોદી સરકારનું ક્લિન ગ્રીન ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે. 2030 સુધીમાં 500 GW જેટલી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનનું લક્ષ્ય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button