ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં બે ગેંગરેપ , યુવતિને ઘેરથી ઉઠાવીને પાંચ શખ્સોનું સામૂહિક દુષ્કર્મ ,
શૈક્ષણિક સર્ટીફીકેટની લાલચ આપી એક યુવતિ પર ચાલુ કારમાં બળાત્કાર

ઉત્તર પ્રદેશનાં આગ્રા જિલ્લાના ન્યુ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર બળાત્કારની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ફેસબુક પર જાહેરાત જોઈને યુવતી આરોપીની જાળમાં ફસાઈ ગઈ હતી. તેને આગ્રાથી લખનૌ બોલાવવામાં આવી હતી . તેને એક નિર્જન જગ્યાએ કાર રોકી અને તેનાં પર બળાત્કાર કર્યો હતો. આ પછી તેઓ તેને રસ્તામાં છોડીને ભાગી ગયાં હતાં.
આરોપીએ યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. વાયરલ કરવાની ધમકી આપી હતી. જ્યારે આગ્રામાં યુવતીની વાત ન સાંભળી તો તેને લખનૌના પારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપીને શોધી રહી છે.
યુવતીએ પોલીસને જણાવ્યું કે તેને ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. જેમાં ઘરે બેઠાં શૈક્ષણિક પ્રમાણપત્ર બનાવવાની જાહેરાત આપવામાં આવી હતી. જ્યારે આપેલાં નંબરો પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અમે રાકેશ કુમાર નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. રાકેશે કહ્યું કે તેને કોઈપણ પરીક્ષા આપ્યાં વિના 30 હજાર રૂપિયામાં બનાવેલ શૈક્ષણિક પ્રમાણપત્ર મળશે. 50 ટકા પૈસા કામ પહેલાં અને 50 ટકા કામ કર્યા પછી આપવા જણાવ્યું હતું.
યુવતીએ યુપીઆઈ નંબર પર 15000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. રાકેશે તેનાં નામનું શૈક્ષણિક પ્રમાણપત્ર તૈયાર કરીને તેનાં વોટ્સએપ પર મોકલ્યું હતું. સર્ટિફિકેટ લેવા માટે તેને 10મી મેના રોજ લખનઉ બોલાવવામાં આવ્યો હતો.
નિર્જન જગ્યાએ કાર રોકીને શ્રીનિવાસે તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે રાકેશ કારની બહાર ઉભો રહીને તેની ચોકી કરવા લાગ્યો હતો. યુવતીએ જણાવ્યું કે બંનેએ તેનો અશ્લીલ વીડિયો અને ફોટા બનાવ્યાં હતાં.અને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. જયારે બીજી ઘટના આગ્રા-હાથરસ હાઈવે પર શનિવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યે મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી.
એવું કહેવાય છે કે, પાંચ લોકોએ તેનું તેનાં ઘરેથી અપહરણ કર્યું હતું અને ટ્રકમાં તેનાં પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાંથી તેને તેનાં સ્વજનોને સોંપવામાં આવી હતી હતો.
આ અંગે ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નગીના સાંસદ ચંદ્રશેખરે એક્સ પર પોસ્ટ કરીને ડીજીપીને ટેગ કરીને તેમણે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યાં હતાં. તેમણે લખ્યું કે મહિલાનું તેનાં ઘરેથી અપહરણ કરીને ટ્રકમાં તેની સાથે સામૂહિક બળાત્કાર કરવાની ઘટના અત્યંત શરમજનક અને સજાપાત્ર છે અને તે દર્શાવે છે કે ગુનેગારોની હિંમત કેટલી ઉંચી છે અને મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નથી.